IPL: ગુજરાત ટાઈટન્સમાંથી મેથ્યુ વેડ પણ નહીં રમે
વિશ્વની સૌથી લોકપ્રિય લીગ પૈકી એક ઇન્ડિયન પ્રીમિયર લીગ(ઈંઙક)ની 17મી સિઝનનો 22 માર્ચથી આરંભ થશે. જોકે, આ પહેલા ગુજરાત ટાઈટન્સ ટીમની મુશ્કેલીઓ વધી રહી છે. ગુજરાત ટીમના ખેલાડી મેથ્યુ વેડ શરૂૂઆતની એક-બે મેચ ગુમાવશે. મેથ્યુ વેડે શેફિલ્ડ શીલ્ડ ફાઈનલને પ્રાથમિકતા આપતા આઈપીએલ 2024ની શરૂૂઆતની મેચ છોડવાનો નિર્ણય કર્યો છે.તસ્માનિયાના મુખ્ય કોચ જેફ વોને હોબાર્ટમાં પત્રકારોને જણાવ્યું - તેણે તેની આઈપીએલ ટીમ સાથે વાત કરી છે અને તેમને કોઈ વાંધો નથી.
તમને જણાવી દઈએ કે, વિકેટકીપર ખેલાડી વેડે 2022માં ગુજરાત ટાઇટન્સ માટે 10 મેચોમાં 157 રન બનાવ્યા હતા, પરંતુ ગયા વર્ષે તે એક પણ મેચ રમી શક્યો ન હતો કારણ કે રિદ્ધિમાન સાહાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
ગુજરાત ટાઇટન્સની પ્રથમ મેચ મુંબઈ સામે 25 માર્ચે છે. આઈપીએલ 2024 મીની હરાજી પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાત ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમી પણ સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટીમને ટાટા કહ્યા બાદ ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડી શુભમન ગિલને ટીમની કમાન સોંપી છે. તમેન જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સની ટીમ આઈપીએલ 2023ની ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 2022માં પ્રથમવાર ચેમ્પિયન બન્યું હતું.