IPL-2024નો શુક્રવારથી પ્રારંભ, પ્રથમ જંગ CSK-RCB વચ્ચે, ટિકિટનું બુકિંગ શરૂ
- 1700થી 4500 રૂપિયા સુધીની ત્રણ વિભાગમાં મળશે ટિકિટ
IPL2024ની પ્રથમ મેચ માટે ટિકિટ બુકિંગ શરૂૂ થઈ ગયું છે. આ સિઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે. IPLની આ સિઝનની ઓપનિંગ સેરેમની પણ 22 માર્ચે યોજાશે. CSK અને RCB વચ્ચેની મેચની સૌથી સસ્તી ટિકિટ 1700 રૂૂપિયા છે. પરંતુ તમારે તેને ખરીદવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે.
CSK અને છઈઇની મેચ માટે ઓનલાઈન ટિકિટ ખરીદી શકાય છો. આ માટે તમે ઙફુળિં ઈંક્ષતશમયિ અથવા બુક માય શોની મુલાકાત લઈ શકો છો. આ મેચ ચેન્નાઈના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. તેથી, 1700 રૂૂપિયાની ટિકિટ સી લોઅર, ડી લોઅર અને ઇ લોઅર સેક્શનની હશે. જોકે, 1700 થી 4500 રૂૂપિયા સુધીની ટિકિટ આ ત્રણ વિભાગો તેમજ ઈં, ઉં અને ઊં વિભાગ માટે ઉપલબ્ધ રહેશે. કોને કઈ ટિકિટ મળશે તે કિંમત પર નિર્ભર રહેશે.
ટિકિટની બીજી કિંમત 4000 રૂૂપિયાથી 7500 રૂૂપિયા સુધીની છે. તે ઉપલા C, D, E અને I, J, K વિભાગો છે. આ સિવાય VVI ટિકિટો પણ ઉપલબ્ધ છે. પરંતુ તે હવે ઉપલબ્ધ નથી. એક વ્યક્તિ બેથી વધુ ટિકિટ ખરીદી શકતો નથી. જ્યારે બુક માય શોએ ટિકિટ બુકિંગ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.
ટિકિટ ખરીદવા અંગે ઘણા નિયમો છે. તમે એક સમયે માત્ર બે ટિકિટ ખરીદી શકશો. તમે તમારી અનુકૂળતા મુજબ પેમેન્ટ મોડ પસંદ કરી શકો છો. આ સાથે એકવાર ટિકિટ પસંદ કર્યા પછી, 7 મિનિટનો સમય આપવામાં આવશે. જો ટિકિટ 7 મિનિટની અંદર ચૂકવવામાં નહીં આવે, તો તેને કાર્ટમાંથી દૂર કરવામાં આવશે.ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો હતો. તેણે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીની સુકાની હેઠળ સીએસકે મેદાનમાં ઉતરશે.