IPL-2024નો કાર્યક્રમ જાહેર પ્રથમ મેચ 22 માર્ચના ચૈન્નઈમાં
ઈન્ડિયન પ્રીમિયર લીગની (આઈપીએલ) આગામી સિઝનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટમી શરૂૂઆત 22 માર્ચથી થશે. પ્રથમ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નઇમાં રમાશે. એટલે કે પ્રથમ દિવસે જ મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી વચ્ચેનો જંગ જોવા મળશે. આઈપીએલ 2024માં શરૂૂઆતમાં 21 મેચોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બપોરની મેચ 3.30 કલાકે અને સાંજની મેચ 7.30 કલાકેથી શરૂૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર 2.30 કલાકેથી લાઇવ કોમેન્ટ્રી શરુ થઇ જશે.
આઈપીએલ શરૂૂ થયાના બીજા જ દિવસે ડબલ હેડર મુકાબલા રમાશે. 23 માર્ચને શનિવારે બપોરે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. જ્યારે આ જ દિવસે સાંજે કેકેઆર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. રવિવારને 24 માર્ચે બપોરે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. જ્યારે સાંજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અમદાવાદમાં રમાશે.
ચૂંટણી પંચ દ્વારા 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યા પછી ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા બાકીના કાર્યક્રમની જાહેરાત કરાશે. અગાઉ ઈંઙક ચેરમેન અરુણ ધૂમલે કહ્યું હતું કે 2024માં લોકસભાની ચૂંટણીઓ હોવા છતાં સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં રમાશે.