For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલા ઇન્ડો-કેનેડિયનની ધરપકડ

11:27 AM Jul 17, 2025 IST | Bhumika
ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલા ઇન્ડો કેનેડિયનની ધરપકડ

ઓપિન્દરસિંહ સિયાન દાણચોરી ગેંગમાં સક્રિય હતો

Advertisement

યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી (DEA) એ ISI-ચીન-કેનેડા સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કર્યો છે અને બ્રિટિશ કોલંબિયાથી ફેન્ટાનાઇલ અને મેથામ્ફેટામાઇનની વૈશ્વિક હેરફેરનું નેટવર્ક ચલાવતા કુખ્યાત ઇન્ડો-કેનેડિયન ગેંગસ્ટર, ઓપિન્દરસિંહ સિયાન ઉર્ફે થાનોસની ધરપકડ કરી છે.

કોર્ટ દસ્તાવેજો અનુસાર, ઓસ્ટ્રેલિયામાં મેથામ્ફેટામાઇન અને કેનેડા દ્વારા યુએસમાં ફેન્ટાનાઇલ માટેના રસાયણોની દાણચોરીમાં તેની ભૂમિકા સ્થાપિત થયા પછી સિયાનની 27 જૂને એરિઝોનામાં ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

2022 માં શરૂૂ થયેલી તપાસ અને યુએસ કોર્ટમાં તાજેતરમાં સીલબંધ સોગંદનામામાં ખુલાસો થયો છે કે સિયાનના મેક્સિકોમાં સિનાલોઆ કાર્ટેલ ઉપરાંત ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) સાથે જોડાયેલા રાસાયણિક સપ્લાયર્સ સાથે ઓપરેશનલ સંબંધો હતા.

સિંહ તે સમયે કુખ્યાત ISI-સમર્થિત પબ્રધર્સ કીપર્સથ ગેંગનો જાણીતો વરિષ્ઠ સભ્ય હતો, જેમાં મોટાભાગે ભારતના પંજાબના પગપાળા સૈનિકો હતા, જેમાંથી ઘણા કેનેડિયન નાગરિકો હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement