રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંગ્રેજોને ઊંધા માથે પટકી 4-1થી સિરીઝ જીતી લેતું ભારત

05:10 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

ધર્મશાલા ખાતે રમાઈ રહેલ પાંચમી ટેસ્ટ મેચમાં અંગ્રેજોને ઉંધા માથે પટકી ભારતીય ટીમ એક ઈનીંગ અને 64 રનથી ટેસ્ટ મેચ જીતી લીધી હતી. અને પાંચ મેચની સીરીઝમાં ઈંગ્લેન્ડને 4-1થી પરાજય આપ્યો હતો. પાંચમી ટેસ્ટમાં ઓલરાઉન્ડ દેખાવ કરનાર કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો જ્યારે તોફાની બેટીંગ કરી સિરિઝમાં 712 રન ફટકારનાર યશસ્વી જયસ્વાલને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામા આવ્યો હતો. તો 100મી ટેસ્ટ રમી રહેલા રવીચંદ્રન અશ્ર્વિનને આ ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો.

Advertisement

ગુરુવારે ઇંઙઈઅ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડ 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ટીમ ઈન્ડિયા 477 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતને બીજી ઇનિંગમાં 259 રનની લીડ મળી હતી, તો ઇંગ્લેન્ડની ટીમ 195 રન પર જ સિમિત રહી હતી. આ રીતે ઇંગ્લિશ ટીમને ઇનિંગ્સ અને 64 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા રવિચંદ્રન અશ્વિને આ મેચમાં 9 વિકેટ ઝડપી હતી.

ભારતે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 64 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ શ્રેણી 4-1થી કબજે કરી હતી. ઇંગ્લેન્ડ માટે બીજી ઇનિંગમાં જો રૂૂટ 84 રન બનાવીને આઉટ થયો હતો. બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા ન હતા, જેના કારણે ટીમ 259 રન પણ બનાવી શકી ન હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી.

ભારત તરફથી પ્રથમ દાવમાં શુભમન ગિલે 110, રોહિત શર્માએ 103, યશસ્વી જયસ્વાલે 57, દેવદત્ત પડિકલે 65 અને સરફરાઝ ખાને 56 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે 5 વિકેટ લીધી હતી. જેમ્સ એન્ડરસન અને ટોમ હાર્ટલીએ 2-2 વિકેટ લીધી હતી. કેપ્ટન બેન સ્ટોક્સને પણ એક વિકેટ મળી હતી.

ઇંગ્લેન્ડ માટે પ્રથમ દાવમાં 79 રન બનાવીને જેક ક્રોલી આઉટ થયો હતો. બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા ન હતા, જેથી ટીમ 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી પ્રથમ દાવમાં કુલદીપ યાદવે 5 અને રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાને પણ એક સફળતા મળી હતી. છેલ્લા 12 વર્ષમાં ઘરેલું મેદાન પર ભારતની આ સતત 17મી શ્રેણી જીત છે. ભારતીય ટીમ પહેલાથી જ ઘરઆંગણે સૌથી વધુ સતત શ્રેણી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે સતત 10 શ્રેણી જીતીને બીજા સ્થાને છે.ભારતને છેલ્લી વખત 2012માં ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઇંગ્લેન્ડે ભારતમાં 2-1થી ભારતને હરાવ્યું હતું. ત્યારપછી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે કોઈ શ્રેણી હારી નથી અને સતત 17 વખત હરીફ ટીમને હરાવી છે.

ટેસ્ટ ક્રિકેટરો માટે મોટી જાહેરાત હવેથી 45 લાખ મેચ ફી ચૂકવાશે
ભારતે ઈંગ્લેન્ડ સામે 4-1થી શાનદાર જીત મેળવી તે પછી તરત જ, ભારતીય ક્રિકેટ બોર્ડે પ્રતિ મેચ રૂૂ. 45 લાખ સુધીની ઐતિહાસિક પટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટિવ સ્કીમથની જાહેરાત કરી. બીસીસીઆઈના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર આ યોજનાની વિગતો જાહેર કરી હતી. ેલાડીઓને ટેસ્ટ ક્રિકેટને પ્રાધાન્ય આપવા ભારતીય ક્રિકેટ બોર્ડ (ઇઈઈઈં) એ આજે એક સીમાચિહ્ન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાને ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહક યોજના તરીકે નામ આપવામાં આવ્યું છે, બોર્ડે વરિષ્ઠ પુરૂૂષ ટીમના ખેલાડીઓ માટે વધારાની મેચ ફીની જાહેરાત કરી છે. ભારત માટે એક સિઝનમાં 75 ટકાથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડીઓને ટેસ્ટ મેચ દીઠ 45 લાખ રૂૂપિયા વધારાની ફી મળવાની તૈયારી છે. વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ દ્વારા દરેક ટેસ્ટ ક્રિકેટરને અત્યારે 15 લાખ રૂૂપિયાની મેચ ફી ચૂકવવામાં આવે છે.

Tags :
cricketcricket newsindiaindia newsindian cricketSportssports news
Advertisement
Next Article
Advertisement