For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અશાંતિના કારણે ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ સામે પ્રશ્ર્નાર્થ

11:06 AM Jul 05, 2025 IST | Bhumika
અશાંતિના કારણે ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ સામે પ્રશ્ર્નાર્થ

Advertisement

17થી 31 ઓગસ્ટ દરમ્યાન ત્રણT-20 અને ત્રણ ODI રમાવાની છે

ભારત આ વર્ષે મર્યાદિત ઓવરોની શ્રેણી માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનું છે, પરંતુ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય મતભેદોને કારણે આ પ્રવાસ પર સંકટના વાદળ છવાયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક સૂત્રએ જણાવ્યું હતું કે, દેખીતી રીતે BCCIબાંગ્લાદેશમા અશાંતિ પછી સુરક્ષા પરિસ્થિતિ અંગે ચિંતિત છે. આ કારણથી ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ મુલતવી રાખવામાં આવી શકે છે.ભારત 17થી 31 ઓગસ્ટ દરમિયાન ચિત્તાગોંગ અને ઢાકામાં ત્રણ T20 અને ત્રણ ODI રમવાનું હતું. જોકે, શ્રેણી રદ કરવામાં આવી નથી પરંતુ 2026માં પછીની તારીખે યોજાશે, કારણ કે વર્લ્ડ કપ ક્વોલિફિકેશન માટે ODI ચેમ્પિયનશિપ પોઇન્ટ સામેલ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ પણ સંકેત આપ્યો હતો કે સિરીઝ રદ કરવામાં આવશે નહીં પરંતુ પછીથી યોજાઈ શકે છે.જો ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ મુલતવી રાખવામાં આવે છે, તો તે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફેન્સ માટે આંચકો હોઈ શકે છે.

Advertisement

રોહિત અને કોહલી હવે ભારત માટે ફક્ત ODI મા જ રમશે કારણ કે બંનેએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમના ફેન્સ આશા રાખી રહ્યા છે કે તેઓ બાંગ્લાદેશ સામેની ODI શ્રેણીમાં રોહિત-કોહલીની જોડીને રમતા જોશે, પરંતુ જો ભારત આ પ્રવાસ પર નહીં જાય તો રોહિત-કોહલીને મેદાન પર જોવાની રાહ વધી જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement