પેટાચૂંટણીના સેમિફાઇનલમાં ‘INDIA’નો સપાટો, ભાજપ માટે લાલબત્તી
વિધાનસભાની 13 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને માંડ બે બેઠકો મળી, બંગાળમાં ત્રણ બેઠક ગુમાવી, એમ.પી-હિમાચલમાં જીત, કોંગ્રેસને ત્રણ બેઠકનો ફાયદો
સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે 10 જુલાઈએ મતદાન થયું હતું. આજે 13મી જુલાઈના રોજ મતગણતરી થઈ રહી છે. જે રાજ્યોમાં પેટાચૂંટણી માટે મતદાન થયું તેમાં પશ્ચિમ બંગાળની ચાર, હિમાચલ પ્રદેશની ત્રણ, ઉત્તરાખંડની બે અને બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ અને તમિલનાડુની એક-એક બેઠકનો સમાવેશ થાય છે. આ 13 બેઠકમાંથી INDIA ગઠબંધને 10 બેઠકો જીતી લીધી છે. ભાજપને બે બેઠકોમળી છે. એક અપક્ષને મળી.
ઇન્ડીયાના ઉમેદવારો 13માંથી 10 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. હિમાચલ અને મધ્યપ્રદેશમાં એક-એક સીટ પર ભાજપ જીત્યું છે અને બિહારમાં એક સીટ પર અપક્ષ ઉમેદવારો જીત્યા ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીના મોહિન્દર ભગતે પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પર જીત મેળવી છે. હિમાચલની દેહરા સીટ પરથી કોંગ્રેસના કમલેશ ઠાકુરે જીત મેળવી છે. પશ્ચિમ બંગાળના રાયગંજમાં ઝખઈના કૃષ્ણા કલ્યાણીનો વિજય થયો છે. બંગાળના બગદામાં ટીએમસીના મધુપર્ણા ઠાકુરને સફળતા મળી છે.
સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે આજેે મતગણતરી થઈ હતી. આ બેઠકો પર બુધવારે (10 જુલાઈ) મતદાન થયું હતું. તેમાંથી સૌથી વધુ ચાર બેઠકો પશ્ચિમ બંગાળની છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશની ત્રણ અને ઉત્તરાખંડની બે બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. 13 બેઠકો પર ચૂંટણી લડી રહેલા તમામ 121 ઉમેદવારોના ભાવિનો આજે નિર્ણય થશે. આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર સહિત ઘણા દિગ્ગજો અને કેટલાક નવા ચહેરાઓએ પોતાનું નસીબ અજમાવ્યું.
બંગાળમાં ખેલા હોબે ! ભાજપમાંથી ભાગેલા ધારાસભ્યો તૃણમુલમાંથી ફરી ચૂંટાઇ ગયા
ચાર કેન્દ્રોની પેટાચૂંટણીમાં તૃણમુલ પક્ષ 3-1થી પાછળ હતો કારણ કે 2021ની વિધાનસભા ચૂંટણીના પરિણામો અનુસાર માત્ર મણિકતલા બેઠક જ તૃણમૂલના કબજામાં હતી. બગડા, રાણાઘાટ દક્ષિણ અને રાયગંજ ભાજપના નિયંત્રણમાં હતા.
પરંતુ પેટાચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાજ્યના શાસક પક્ષનો ભાજપ શાસિત ત્રણેય વિધાનસભામાં ભારે માર્જિનથી વિજય થયો હોવાનું જોવા મળ્યું હતું. રાયગંજ, બગડા અને રાણાઘાટ દક્ષિણના ત્રણ કેન્દ્રોમાં તૃણમૂલનો વિજય થયો છે.
બગડા, રાયગંજ અને રાણાઘાટ દક્ષિણ કેન્દ્રના ત્રણેય ધારાસભ્યો ભાજપ છોડીને તૃણમૂલમાં જોડાયા હતા બગડાના ધારાસભ્ય બિસ્વજિત દાસ, રાયગંજના ધારાસભ્ય કૃષ્ણા કલ્યાણી અને રાણાઘાટ દક્ષિણના ધારાસભ્ય મુકુટમણિ અધિકારીને બાણગાંવ, રાયગંજ અને રાણાઘાટથી ભાજપ પક્ષ દ્વારા ટીકીટ આપવામાં આવી હતી.પરિણામે, તે ત્રણ ધારાસભ્યોએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું પરંતુ લોકસભાની ચૂંટણીમાં ત્રણેયનો પરાજય થયો હતો.
બિસ્વજીત દાસ પેટાચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે સહમત ન હતા શાસક પક્ષે બગડાથી માતુઆ ઠાકુરબારીના સભ્ય મધુપર્ણાને ઉતાર્યા હતા તૃણમૂલે રાયગંજ અને રાણાઘાટ દક્ષિણના પૂર્વ ધારાસભ્યોને ફરીથી નામાંકિત કર્યા છે તૃણમૂલ કોંગ્રેસે ત્રણેય સીટો પર જીત મેળવીને વિધાનસભામાં પોતાની તાકાત વધારી દીધી છે.