ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારત ચોથું મોટું અર્થતંત્ર પણ આવકમાં 12 ગણું પાછળ

11:19 AM May 27, 2025 IST | Bhumika
Advertisement

જીડીપી દેશની આર્થિક વૃધ્ધિનું માપ છે પણ માથાદીઠ આવક નાગરિકોના જીવનધોરણનું પ્રતિબિંબ

Advertisement

ભારત આર્થિક મોરચે સતત સફળતા હાંસલ કરી રહ્યું છે....અને હવે માત્ર અમેરિકા, ચીન અને રશિયાથી જ પાછળ છે.... પરંતુ અહીં આપણે એ પણ જાણવું જરૂૂરી બની જાય છે કે ભારત અર્થતંત્રમાં જાપાનથી આગળ છે પણ આવકમાં 12 ગણું પાછળ છે...જી હા આપણે માથાદીઠ આવકની દ્રષ્ટિએ હજુ પણ ઘણા પાછળ છીએ....આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એક સવાલ થાય છે કે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું આપણા દેશ અને સામાન્ય લોકો માટે સારું છે કે માથાદીઠ આવક વધુ હોવી એ સારું છે..

અને આ સમજવા માટે, બંનેની અસરોની સરખામણી કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે બંને અલગ અલગ આર્થિક સૂચકાંકો છે.GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) દેશની આર્થિક વૃદ્ધિને માપે છે, જ્યારે માથાદીઠ આવક વ્યક્તિ દીઠ કમાયેલી સરેરાશ આવકનું પ્રતિનિધિત્વ કરે છે. મોટો GDP દેશની આર્થિક શક્તિ, વિદેશી રોકાણ આકર્ષવા અને રોજગારીનું સર્જન દર્શાવે છે. બીજી બાજુ, માથાદીઠ આવક નાગરિકોના જીવનધોરણ અને ખરીદ શક્તિને પ્રતિબિંબિત કરે છે.

મોટા GDP ના ફાયદા જોઇએ તો વિદેશી રોકાણ આકર્ષે છે- IT, ઉત્પાદન અને નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરે છે- રસ્તા, રેલ્વે, હોસ્પિટલો, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ જેવી સારી સુવિધાઓ પૂરી પાડે છે- ભારતની વૈશ્વિક સ્થિતિને મજબૂત બનાવે છે, જેનાથી વેપાર, રોકાણ અને રાજદ્વારી સંબંધોને ફાયદો થાય છે.

મોટા GDP ની મર્યાદાઓ પણ છે. ઉચ્ચ આવક અસમાનતા, જેમાં ટોચના 1% લોકો 41% સંપત્તિ ધરાવે છે- GDP વૃદ્ધિના લાભો ઘણીવાર ધનિકો સુધી મર્યાદિત હોય છે- મોટી વસ્તી પ્રતિ માથાદીઠ સ્તરે GDP લાભો ઘટાડે છે.

પ્રતિ માથાદીઠ આવકનું મહત્વ એ છે કે સરેરાશ જીવનધોરણ અને ખરીદ શક્તિને પ્રતિબિંબિત કરે છે- વધુ સારા ખોરાક, શિક્ષણ, આરોગ્ય અને જીવનશૈલીની પહોંચમાં વધારો કરે છે- સરકારોને સામાજિક સુરક્ષા યોજનાઓ લાગુ કરવા અને સારું શિક્ષણ પૂરું પાડવા સક્ષમ બનાવે છે.

ભારત પ્રતિ માથાદીઠ આવકમાં કે પાછળ છે- મોટી વસ્તી, જેના પરિણામે પ્રતિ માથાદીઠ આવક ઓછી થાય છે- આવક અસમાનતા, જેમાં ટોચના 1% લોકો 41% સંપત્તિ ધરાવે છે- કૃષિ અને અસંગઠિત ક્ષેત્રનો ફાળો મોટો છે, જેમાં પ્રતિ માથાદીઠ ઉત્પાદકતા ઓછી છે.

અન્ય દેશો સાથે સરખામણી- ભારતની માથાદીઠ આવક 2,880 છે, જ્યારે જાપાનની 33,960 છે- અમેરિકાની માથાદીઠ આવક રૂૂ. 75.64 લાખ, ચીનની રૂૂ. 11.61 લાખ અને જર્મનીની રૂૂ. 47.42 લાખ છે, જ્યારે ભારતની રૂૂ. 2.44 લાખ છે

ભારતનો આર્થિક વિકાસ એક સકારાત્મક સંકેત છે, પરંતુ માથાદીઠ આવક ચિંતાનો વિષય છે. આ અંતરને દૂર કરવા માટે, ભારતને છ માળખાગત વિકાસમાં રોકાણ કરવાની જરૂૂર છે- શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપો- આવકની અસમાનતા ઘટાડવી- શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ પડકારોનો સામનો કરીને, ભારત વધુ માથાદીઠ આવક પ્રાપ્ત કરવા અને તેના નાગરિકો માટે જીવનધોરણ સુધારવા તરફ કામ કરી શકે છે.

Tags :
EconomyIncomeindiaIndia fourth largest economyindia news
Advertisement
Next Article
Advertisement