વિકસિત દેશોની હરોળમાં સામેલ થવા ભારત સામે અનેક પડકારો
ભારતે વિકસિત દેશોની હરોળમાં સામેલ થવા માટે તેની માથાદીઠ આવક વધારવી પડશે, પરંતુ વિશ્વ બેંકના મતે, આ રસ્તો સરળ નથી ભારતનું અર્થતંત્ર સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે અને દેશની ગણના સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે કરવામાં આવી છે.
આના આધારે ભારત સરકાર સહિત ઘણી એજન્સીઓને લાગે છે કે આગામી કેટલાક વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા અમેરિકાની સાથે સ્પર્ધા કરશે. જો કે તે પછી પણ ભારત સામેના પડકારો ઓછા નથી. ભારત સામે સૌથી મોટો પડકાર માથાદીઠ આવકમાં સુધારો કરવાનો છે.વિશ્ર્વ બેન્કે તાજેતરના અહેવાલમાં આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. વર્લ્ડ બેંકના વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024: ધ મિડલ ઈન્કમ ટ્રેપમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત મધ્યમ આવકની જાળમાં ફસાઈ શકે છે. તેના કારણે ભારત આગામી 75 વર્ષમાં પણ માથાદીઠ આવકના મામલામાં અમેરિકાની બરાબરી કરી શકશે નહીં. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, માથાદીઠ આવકના સંદર્ભમાં ભારતને અમેરિકાના ચોથા ભાગ સુધી પહોંચવામાં 75 વર્ષ લાગી શકે છે. વિશ્ર્વ બેંક અનુસાર, ભારત વિશ્વના એવા 100 થી વધુ દેશોમાં સામેલ છે જેઓ ઉચ્ચ આવક ધરાવતા દેશોની રેન્કમાં સામેલ થવા માટે ગંભીર અવરોધોનો સામનો કરે છે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, ભારતને આગામી કેટલાક દાયકાઓમાં ઉચ્ચ આવક ધરાવતા દેશોમાંના એક બનવા માટે ઘણા ગંભીર પડકારોને પાર કરવા પડશે.
ચીન અંગે વિશ્વ બેંકનું માનવું છે કે અમેરિકાની માથાદીઠ આવકના ચોથા ભાગ સુધી પહોંચવામાં તેને માત્ર 10 વર્ષ લાગશે.ભારત સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે પણ ગયા મહિને બહાર પડેલા એક રિપોર્ટમાં મધ્યમ આવકના જાળના જોખમ વિશે વાત કરી હતી. કમિશને વિઝન ફોર ડેવલપ્ડ ઈન્ડિયા 2047: એન એપ્રોચ પેપરમાં વિકાસશીલ ભારત માટેની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા અર્થતંત્રને વર્તમાન સ્તરથી 9 ગણો વૃદ્ધિ કરવાની જરૂૂર છે. 3.36 ટ્રિલિયનની જરૂૂર છે. તેવી જ રીતે માથાદીઠ આવક 2,392ના વાર્ષિક સ્તરથી 8 ગણી વધારવી પડશે. કમિશને એમ પણ કહ્યું હતું કે ભારતે મધ્યમ આવકની જાળમાં ફસાવાનું ટાળવું પડશે. ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવા માટે, ભારતે આગામી 20-30 વર્ષ માટે 7 થી 10 ટકાના દરે આર્થિક વૃદ્ધિ જાળવી રાખવાની જરૂર પડશે.