ઝારખંડમાં ફરી INDIA ગઠબંધનની સરકાર
ઝારખંડ ધારાસભાની 81 બેઠકોની આજે હાથ ધરાયેલ મત ગણતરીમાં એનડીએ અને ઈિન્ડિયા ગઠબંધન વચ્ચે ટી-20 જેવો દિલધડક મુકાબલો જોવા મળ્યો હતો. પરંતુ ત્યાર બાદ ઈન્ડિયા ગઠબંધન 57 બેઠકો સાથે બહુમતિ તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ભાજપ મોરચો 23 બેઠકે અટકી ગયો છે. બે બેઠકો ઉપર અપક્ષો જોર કરી રહ્યા છે.
ઝારખંડના જામામાં ભાજપના સુરેશ મુર્મુ, જરમુડીમાં દેવેન્દ્ર ઠુંમર મહગામમાં અશોક ભગત, બરહીમાં મનોજ યાદવ, બડકાગાંવમાં રોશન લાલ ચૌધરી, રામગઢમાં સુનિતા ચૌધરી, હઝારીબાગમાં પ્રદિપ પ્રસાદ, ધનવારમાં બાબુ લાલ મરોડી વિગેરે આગળ ચાલી રહ્યા છે. બેરમોમાં રવિન્દ્ર પાંડે પણ પ્રારંભીક લીડમાં છે.
જ્યારે મુખ્યમંત્રી હેમંત સોરેન બરહેટ બેઠક ઉપર આગળ છે. તો જે.એમ.એમ.ના હેમલાલ મુર્મુ લિટ્ટીપાડા બેઠક પર આગળ છે. આ સિવાય જેએમએમના મહેશપુરમાં સ્ટીફન મરોડી, જામતાડામાં કોંગ્રેસના ઈરફાન અંસારી, દેવધરમાં રાજદના સુરેશ પાસવાન, પોડૈયાહટમાં કોંગ્રેસના પ્રદિપ યાદવ આગળ છે.
ઝારખંડની બહેત વિધાનસભા સીટ પરથી સીએમ હેમંત સોરેન આગળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત તેમની પત્ની કલ્પના સોરેન પણ ગાંડેયા વિધાનસભા બેઠક પરથી આગળ ચાલી રહી છે.
ઝારખંડની હજારીબાગ વિધાનસભામાં ભાજપ આગળ છે. અહીંથી ભાજપના પ્રદીપ પ્રસાદ 723 મતોથી આગળ છે. સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન ઝારખંડની ગાંડે વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. અહીં ભાજપના ઉમેદવાર મુનિયા દેવી પાછળ ચાલી રહ્યા છે.
ઝારખંડમાં 67.74 ટકા મતદાન થયું હતું. મતદાનની બાબતમાં મહિલાઓએ પુરૂૂષોને પાછળ છોડી દીધા છે. ઝારખંડમાં 1,76,81,007 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 91,16,321 મહિલા અને 85,64,524 પુરૂૂષ મતદારોએ મતદાન કર્યું હતું. ઝારખંડમાં અનુસૂચિત જનજાતિ માટે 28 બેઠકો અનામત છે.
ઝારખંડના પરિણામો
જેએમએમ 57
ભાજપ 23
અપક્ષો 01
જેએસકેએમ 00
અન્યો 01
કુલ બેઠકો 81