સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં માત્ર 36 મિનિટમાં ભારતની ચાઇના સામે જીત
વિશ્વની નંબર વન ભારતીય જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ફ્રેન્ચ ઓપન 2024 જીતવા માટે ચાઈનીઝ તાઈપેઈના લી ઝે હુઈ અને યાંગ પો હ્વાનને માત્ર 36 મિનિટમાં હરાવીને ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું. ભારતીય જોડીએ મેન્સ ડબલ્સની ફાઇનલમાં 21-11, 21-17થી જીત મેળવી હતી. 2024માં ભારતીયોએ જીતેલું આ પહેલું અને સાતમું વર્લ્ડ ટૂર ટાઇટલ છે.
આ વર્ષની શરૂૂઆતમાં તે બે ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય જોડીએ 2022માં ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો. એડિડાસ એરેના ખાતે રમાયેલી મેચ દરમિયાન સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ 21-11ના માર્જિનથી પ્રથમ ગેમ જીતવામાં માત્ર 15 મિનિટ લીધી હતી.
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ આ વર્ષે સતત ત્રીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલા તેને મલેશિયા ઓપનની ફાઇનલમાં અને ઇન્ડિયા ઓપનની ટાઇટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા આ ભારતીય જોડીએ 2022માં ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું હતું અને 2019માં રનર્સઅપ રહી હતી. અગાઉ સેમિ-ફાઇનલ રાઉન્ડમાં સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગે ગત વિશ્વ ચેમ્પિયન કાંગ મિન્હ્યુક અને દક્ષિણ કોરિયાના સેઓ સેઉંગજેને સતત બે ગેમમાં 21-13, 21-16થી હરાવી તેમની ત્રીજી ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.