For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુ.પી.માં લવજેહાદના ગુનામાં થશે આજીવન કેદની સજા

11:12 AM Jul 30, 2024 IST | Bhumika
યુ પી માં લવજેહાદના ગુનામાં થશે આજીવન કેદની સજા
Advertisement

યુપીની યોગી સરકારે હવે લવ જેહાદ પર વધુ કડકાઈ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રકારના ગુનામાં હવે આજીવન કેદની સજા થશે. યોગી સરકારે સોમવારે ગૃહમાં આને લગતું બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં ઘણા ગુનાઓની સજા બમણી કરવામાં આવી હતી. લવ જેહાદ હેઠળ નવા ગુનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન માટે ફંડિંગને કાયદા હેઠળ અપરાધના દાયરામાં લાવવાની તૈયારી છે.
હકીકતમાં યોગી સરકારે લવ જેહાદ વિરુદ્ધ 2020માં પહેલો કાયદો બનાવ્યો હતો અને તેને વધુ કડક બનાવવા માટેનો વટહુકમ આજે ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. તે આવતીકાલે એટલે કે 30મી જુલાઈએ ગૃહમાં પસાર થઈ શકે છે.

યુપી સરકારે અગાઉ વિધાનસભામાં ધર્મ પરિવર્તન નિષેધ બિલ 2021 પસાર કર્યું હતું. આ બિલમાં 1થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી. આ બિલ હેઠળ માત્ર લગ્ન માટે કરવામાં આવેલ ધર્મ પરિવર્તન અમાન્ય ગણાશે. જૂઠું બોલીને કે છેતરપિંડી કરીને ધર્મ પરિવર્તન ગુનો ગણાશે.

Advertisement

સ્વૈચ્છિક ધર્મ પરિવર્તનના કિસ્સામાં, મેજિસ્ટ્રેટને 2 મહિના અગાઉ જાણ કરવાની રહેશે. ખરડા મુજબ બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્માંતરણ કરવા બદલ 1-5 વર્ષની જેલની સજા સાથે 15,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. જો દલિત યુવતી સાથે આવું થાય તો 3-10 વર્ષની જેલની સજા સાથે 25,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement