રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બરસાનામાં લોકોના ધસારાથી મંદિરની રેલિંગ તૂટી પડતા 10 દર્શનાર્થીને ઈજા

11:27 AM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

આ દિવસોમાં મથુરામાં હોળીનો તહેવાર ચાલી રહ્યો છે, હોળીના અવસર પર લાખો ભક્તો બરસાના પહોંચી રહ્યા છે. બરસાનામાં કાલે અને આજે ભવ્ય હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મંદિરમાં દર્શન માટે લાઈનમાં ઉભેલા લોકો સાથે દુર્ઘટના ઘટી, જેમાં લગભગ 10 લોકો ઘાયલ થયા હતા.મળતી માહિતી મુજબ, બરસાનાના વિશ્વ પ્રસિદ્ધ રાધા રાણી મંદિરમાં રવિવારે લાડુ હોળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો હતો. આ તહેવારમાં ભાગ લેવા માટે અહીં હજારો ભક્તો ઉમટ્યા હતા. અહીં પોલીસકર્મીઓ પણ બંદોબસ્ત માટે હાજર હતા. પોલીસકર્મીઓ લાડુ એકત્ર કરવામાં વ્યસ્ત હતા ત્યારે અચાનક ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. ભારે ભીડને કારણે મહિલાઓ અને બાળકો ફસાઈ ગયા હતા. વીડિયોમાં મહિલાઓ ચીસો પાડતી જોવા મળી રહી છે.

પોલીસ હાલ આ સમગ્ર મામલાને દબાવવામાં વ્યસ્ત છે, જ્યારે ઈખઘ પોતે ઘાયલોની હાલત જાણવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે. કેટલાક લોકોએ મારપીટ પણ કરી હોવાનું સામે આવ્યું છે. જ્યાં એસએસપી શૈલેષ કુમાર પાંડેનું કહેવું છે કે કોઈ નાસભાગ થઈ નથી, તેમણે કહ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. મંદિરના પ્રવેશદ્વારના દ્રશ્યો સામે આવ્યા છે. ઘણા લોકો સીમા ઓળંગીને અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અહીં ઘણા ભક્તો ભીડમાં દટાઈ ગયા, જ્યારે મહિલાઓને ભીડમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવી. એક્ઝિટ ગેટ પર આ નાસભાગ મચી હતી કારણ કે ત્યાંથી એક્ઝિટ હતી અને ભક્તો પણ ત્યાંથી અંદર જવા લાગ્યા હતા. ભક્તોએ કહ્યું કે મંદિરની વ્યવસ્થા સંપૂર્ણ રીતે પડી ભાંગી છે.વહીવટી તંત્રના દાવાઓ અહીં સદંતર નિષ્ફળ જણાઈ રહ્યા છે. આ દરમિયાન ચિંતાનો વિષય એ છે કે આવતીકાલે અહીં લઠ્ઠમાર હોળીનું આયોજન થવાનું છે, આવી સ્થિતિમાં લઠ્ઠમાર હોળીનું આયોજન કેવી રીતે થશે?

Tags :
Barsanaholiindiaindia newsUttar PradeshUttar Pradesh news
Advertisement
Next Article
Advertisement