For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IIT કાનપુરની સિધ્ધિ, કેન્સર-એઇડ્ઝની સારવાર શક્ય બનશે

05:18 PM Aug 02, 2024 IST | Bhumika
iit કાનપુરની સિધ્ધિ  કેન્સર એઇડ્ઝની સારવાર શક્ય બનશે
Advertisement

ઇન્ટરનેશનલ સાયન્સ પત્રિકામાં લેખ પ્રકાશિત, જીવલેણ રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવી શકાશે

આઇઆઇટી કાનપુરના જૈવિક વિજ્ઞાન અને બાયોએન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અરુણ કુમાર શુક્લની ટીમે કોશિકાઓમાં મળી આવતા ડફી એન્ટિજન રિસેપ્ટરની સંપૂર્ણ રચના શોધી કાઢી છે, જે કેન્સર, મેલેરિયા અને એચઆઈવી સહિત વિવિધ રોગો માટે જવાબદાર પરિબળોના પ્રવેશ માટે જવાબદાર છે. આની ઓળખ કરીને હવે રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવવાના ઉપાયો કરી શકાશે. આઇઆઇટીની આ શોધને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સાયન્સ પત્રિકા જઅઈંક દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.

Advertisement

પ્રોફેસર શુક્લએ જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાના કેટલાક લોકોમાં ડફી એન્ટિજન રિસેપ્ટર જોવા મળતું નથી, આ માહિતીના આધારે ભવિષ્યમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે કેન્સર અથવા અન્ય જીવલેણ રોગોના ચેપને શરીરની કોશિકાઓમાં પ્રવેશતા કેવી રીતે અટકાવી શકાય.

માનવ શરીરના લાલ રક્ત કોશિકાઓ અને અન્ય કોષોની સપાટી પર જોવા મળતું ડફી એન્ટિજન રિસેપ્ટર પ્રોટીન કોશિકાઓમાં પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે, જે મલેરિયા, પ્લાઝમોડિયમ વિવેક્સ અને બેક્ટેરિયમ, સ્ટેફિલોકોકસ આરિયસ જેવા વિનાશક રોગજનકો દ્વારા ચેપને ફેલાવે છે.

પ્રોફેસર શુક્લએ કહ્યું કે ડફી એન્ટિજન રિસેપ્ટરના રહસ્યો જાણવા માટે ઘણા વર્ષોથી સમગ્ર વિશ્વમાં સંશોધન ચાલી રહ્યું છે. આ માહિતી નવી એન્ટિબાયોટિક્સ અને એન્ટિમેલેરિયલ્સ સહિતની અદ્યતન દવાઓ બનાવવામાં મદદરૂૂપ સાબિત થશે.

સંશોધન ટીમે ડફી એન્ટિજન રિસેપ્ટરની જટિલ રચનાને ઉજાગર કરવા માટે અત્યાધુનિક ક્રાયોજેનિક-ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપીનો ઉપયોગ કર્યો હતો. આ દ્વારા ડફી રિસેપ્ટરની વિશિષ્ટ સંરચનાત્મક વિશેષતાઓની નવી જાણકારી મળી છે અને તેને માનવ શરીરમાં સમાન રિસેપ્ટર્સથી અલગ કરી શકાય છે. આઈઆઈટીના ડાયરેક્ટર પ્રો. મનિન્દ્ર અગ્રવાલે આ સિદ્ધિ બદલ સંશોધન ટીમને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું કે તેનાથી સંસ્થાનું ગૌરવ વધ્યું છે.

સંશોધન ટીમમાં આઇઆઇટી કાનપુરના શીર્ષા સાહા, જગન્નાથ મહારાણા, સલોની શર્મા, નશરાહ ઝૈદી, અન્નુ દલાલ, સુધા મિશ્રા, મણિશંકર ગાંગુલી, દિવ્યાંશુ તિવારી, રામાનુજ બેનર્જી અને પ્રો. અરુણકુમાર શુક્લ સામેલ હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement