ન્યૂઝ ચેનલની ડિબેટમાં IIT બાબાની ભગવાધારીઓ દ્વારા ધોલાઇ
પ્રયાગરાજ મહાકુંભથી ફેમસ બનેલા IITબાબા ઉર્ફે અભયસિંહ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નોઈડામાં IITબાબા સાથે ખરાબ વ્યવહારો મામલો સામે આવ્યો છે. IITબાબા અને કેટલાક સંતો વચ્ચે ઝપાઝપીનો વીડિયો પણ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.
IITબાબાએ આરોપ લગાવ્યો છે કે શુક્રવારે નોઈડામાં એક ખાનગી ન્યૂઝ ચેનલના પડિબેટથ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં બાબા ચર્ચામાં જતા સમયે મારપીટ અને અભદ્રતાનો આરોપ લગાવી રહ્યા છે.
અહેવાલ મુજબ, આ ઘટના પછી આઈઆઈટી બાબાએ નોઈડા પોલીસને ફરિયાદ કરી કે કેટલાક ભગવા પહેરેલા લોકો ન્યૂઝ રૂૂમમાં આવ્યા અને તેમની સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું અને લાકડીઓ વડે માર માર્યો. ન્યૂઝ ચેનલની ઓફિસમાંથી બહાર નીકળ્યા બાદ IITબાબા સેક્ટર 126માં પોલીસ ચોકીની બહાર બેસીને હુમલાનો વિરોધ કર્યો હતો. જો કે બાદમાં પોલીસની સમજાવટ બાદ તેઓએ આંદોલન પાછું ખેંચ્યું હતું. સેક્ટર 126 પોલીસ સ્ટેશનના એસએચઓ ભૂપેન્દ્રસિંહે કહ્યું કે તેઓ સંમત થયા છે અને તેમણે વધુ ફરિયાદ નોંધાવી નથી.