For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુનિયામાં કયાંય સરળતાથી લાઈસન્સ મળતું હોય તો ભારતમાં: ગડકરી

06:00 PM Dec 13, 2024 IST | Bhumika
દુનિયામાં કયાંય સરળતાથી લાઈસન્સ મળતું હોય તો ભારતમાં  ગડકરી
Advertisement

લોકોનો વ્યવહાર નહીં બદલાય, કાયદાનો ડર ન લાગે ત્યાં સુધી અકસ્માતો નહીં ઘટે

કેન્દ્રીય માર્ગ-પરિહન મંત્રી નીતિન ગડકરીએ ગુરૂૂવારે લોકસભામાં કહ્યું કે, માર્ગ અકસ્માતને લઈને ભારતનો રેકોર્ડ એટલો ખરાબ છે કે, મારે વિશ્વ સંમેલનોમાં મોઢું સંતાડવું પડે છે. સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મારા મંત્રાલયના તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતમાં ઘટાડો નથી થઈ રહ્યો.કેન્દ્રીય મંત્રીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રણાલીમાં સુધારાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.

Advertisement

આ મુદ્દે નીતિન ગડકરીએ કહ્યું, દુનિયામાં જ્યાં સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ બની જાય છે, તે દેશનું નામ ભારત છે. અમે તેમાં સુધારો કરી રહ્યા છીએ. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ સસંદ સભ્યોને કહ્યું કે, તેઓ માર્ગ અકસ્માતને રોકવાનો પ્રયાસ કરે અને પોતાના સ્તર પર સમાજમાં જાગૃતિ માટે કામ કરે.

નીતિન ગડકરીએ કહ્યું કે, દેશમાં માર્ગ અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે અને દર વર્ષે 1.7 લાખથી વધુ લોકોની મોત આવી દુર્ઘટનાઓમાં થાય છે. માર્ગ અકસ્માત વિશે વાત કરતા ગડકરીએ કહ્યું, જ્યાં સુધી સમાજનો સહયોગ નહીં મળે, લોકોનો વ્યવહાર નહીં બદલાય અને લોકોમાં કાયદાનો ડર નહીં હોય, ત્યાં સુધી માર્ગ અકસ્માતો નહીં અટકે. માર્ગ અકસ્માતમાં દર વર્ષે 1.7 લાખ લોકોની મોત થઈ જાય છે. આટલા લોકો ન તો લડાઈમાં મરે છે, ન કોવિડમાં મર્યા હતાં અને ન તો દંગામાં મરે છે. મારે વિશ્વ સંમેલનોમાં મોઢું સંતાડવું પડે છે.

અકસ્માતને લઈને સૌથી ખરાબ રેકોર્ડ આપણો છે.
કેન્દ્રીય મંત્રી, ગડકરીએ સાંસદોને કહ્યું કે, માર્ગ અકસ્માતને રોકવા માટે પોતાના સ્તરે પ્રયાસ કરો અને પરિવહન વિભાગના સહયોગથી શાળા વગેરેમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરો. નીતિ આયોગના રિપોર્ટ મુજબ, માર્ગ અકસ્માતના શિકાર 30% લોકોની મોત લાઇફ સેવિંગ ટ્રીટમેન્ટ ન મળવાના કારણે થાય છે. તેથી, સારવાર માટે કેશલેસ યોજના બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂૂ થઈ રહ્યો છે, ત્યારબાદ દેશભરમાં તેને લાગુ કરવામાં આવશે.

હવે ટ્રકો પર લખ્યું હશે સામાનનો કેટલો વજન-લોડ છે
ટ્રકોમાં થતા ઓવરલોડને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે ઓવરલોડિંગ પર લગામ લગાવવા માટે એક નવી સિસ્ટમ લાવવાનો નિર્ણય કર્યો છે. આ સિસ્ટમ લાગૂ થયા બાદ ટ્રક પર જ લખ્યું હશે કે તેમાં કેટલો વજન લોડ કરવામાં આવ્યો છે. આ જાણકારી કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ આપી છે. નીતિન ગડકરીએ ગુરુવારના રોજ લોકસભામાં પશ્નકાળ પર ચર્ચા દરમિયાન રોડ એક્સિડન્ટને લઈને પૂછવામાં આકવેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, હાઇવે પર ટ્રક ઉભા રાખવામાં આવે છે, તે એક મોટો વાંધાજનક પ્રશ્ન છે. હાઇવે ગઇંઅઈં અંતર્ગત આવે છે. અમે કહીએ છીએ કાર્યવાહી કરો અને લો એન્ડ ઓર્ડર રાજ્ય સરકારોનો વિષય છે. નીતિન ગડકરીએ કહ્યું કે, આનાથી અમે કંટાળી ગયા છીએ એટલે હવે એક નવી ટેક્નોલોજીનું નિયમ બનાવવામાં આવ્યો છે, જેમાં હવે ઓટોમેટિક એક્સલ હશે, જે તેમાં વેઇટ મેનેજમેન્ટ સિસ્ટમ હશે. આ સિસ્ટમમાં ટ્રક પર જ લખાઈને આવશે કે, ટ્રકમાં કેટલા વજનનો સામાન લોડ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement