બધુ મફત આપતા હો તો બંધાણીઓને અઠવાડિયે બે બોટલ દારૂ પણ આપો!
ભારતના ઘણા વિસ્તારોમાં ચૂંટણી પ્રસંગે દારૂૂનું વિતરણ કરવાનો ટ્રેન્ડ છે. આ દરમિયાન, દારૂૂ અંગે એક વિચિત્ર માંગ ઉભરી આવી છે. આ માંગ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા ઉઠાવવામાં આવી છે, તે પણ વિધાનસભામાં. માંગણી એ છે કે સરકારે દર અઠવાડિયે દરેક દારૂૂ પીનારાને બે બોટલ દારૂૂ આપવો જોઈએ.
આ વિચિત્ર માંગ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં ઉઠાવવામાં આવી છે. બુધવારે, કર્ણાટક વિધાનસભામાં, જેડીએસના વરિષ્ઠ ધારાસભ્ય એમટી કૃષ્ણપ્પાએ સરકાર પાસે માંગ કરી કે તેઓ લોકોને દર અઠવાડિયે બે બોટલ દારૂૂ આપે. જેડીએસના ધારાસભ્ય એમટી કૃષ્ણપ્પા ઈચ્છે છે કે સિદ્ધારમૈયા સરકાર તેની 5 ગેરંટી હેઠળ પુરુષોને દારૂૂની બે બોટલ આપે.
જનતા દળ (સેક્યુલર) ના ધારાસભ્ય એમટી કૃષ્ણપ્પાએ બુધવારે વિધાનસભામાં કહ્યું, શ્રીમાન સ્પીકર, મને ખોટું ન સમજો, પરંતુ જ્યારે તમે 2,000 રૂૂપિયા મફત આપો છો, જ્યારે તમે મફત વીજળી આપો છો ત્યારે તે આપણા પૈસા છે, ખરું ને? તો તેમને કહો કે જેઓ પીવે છે તેમને પણ દર અઠવાડિયે બે મફત બોટલ આપે. આ આપણા પૈસા છે જે શક્તિ યોજના, મફત બસ અને વીજળી, માટે આપવામાં આવી રહ્યા છે, તો પુરુષોને અઠવાડિયામાં બે બોટલ આપવામાં શું ખોટું છે?