મૂળ માલિકીના દસ્તાવેજની નોંધણી ન થઇ હોય તો પછીના દસ્તાવેજથી માલિકી હક્ક નહીં મળે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; પછીનું વેચાણ રજિસ્ટર્ડ કર્યુ હોવા છતાં માલિકી ઉદ્ભવતી નથી
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે જ્યારે મૂળ વેચાણ દસ્તાવેજ નોંધણી વગરનો રહે છે ત્યારે તે ફક્ત એ આધાર પર માન્ય માલિકીનું કારણ બની શકે નહીં . ભલે પછી નોંધણી વગરના વેચાણ દસ્તાવેજના આધારે ફરી વેચાણ કરી તેની દસ્તાવેજ નોંધણી કરાવેલ હોય.
ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને કે. વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચે એક એવી કેસની સુનાવણી કરી હતી જ્યાં પ્રતિવાદીએ 1982 ના વેચાણ કરાર મૂળ કરાર ) ના આધારે માલિકી નો દાવો કર્યો હતો જે નોંધણી કાયદા હેઠળ ક્યારેય ફરજિયાત તરીકે નોંધાયેલ ન હતો. પાછળથી 2006 માં સહાયક રજિસ્ટ્રાર દ્વારા મૂળ કરાર માન્ય હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
1982 ના વેચાણ કરારના આધારે પ્રતિવાદીને પ્રોપટી ખાલી કરાવાથી રક્ષણ આપતો હાઇકોર્ટનો નિર્ણય રદ કરતા, ન્યાયાધીશ ચંદ્રન દ્વારા લખાયેલા ચુકાદામાં નોંધવામાં આવ્યું છે કે 1982 ના વેચાણ કરારની નોંધણી ન કરવાની ખામી 2006 માં નોંધાવો તો પણ સુધારી શકાતી નથી.
કોર્ટે નોંધ્યું હતું કે નોંધણી કાયદાની કલમ 23 તેના અમલની તારીખથી નોંધણી માટે દસ્તાવેજ રજૂ કરવા માટે ચાર મહિનાનો સમય સૂચવે છે. કલમ 34 ની જોગવાઈ રજિસ્ટ્રારને દંડ ચૂકવીને, જો દસ્તાવેજ ચાર મહિનાના વધુ સમયગાળામાં રજૂ કરવામાં આવે તો વિલંબને માફ કરવાની પણ મંજૂરી આપે છે.
સન 1982 નુ વેચાણ માન્ય માલીકીનું ન ગણી શકાય ભલે તે પછીનું વેચાણ રજીસ્ટર્ડ કરાવેલ હોય. સુપ્રિમ કોર્ટ હાઇકોર્ટનો ચુકાદો પલટાવ્યો હતો જેમા હાઇકોર્ટે વેચાણ માટેના બિનનોંધાયેલ કરારના આધારે પ્રતિવાદીને રક્ષણ આપવામાં ભૂલ કરી હતી.