ICSE બોર્ડની ધો-10ની તા.18 અને ધો-12ની તા.13 ફેબ્રુ.થી પરીક્ષા
ICSE, ICEબોર્ડના વિદ્યાર્થીઓની આતુરતા પૂરી થઈ છે. કાઉસિલ ફોર ધ ઇંડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકજામિનેશન, સીઆઇએસસીઇએ 25 નવેમ્બર 2024 ના ICSE (વર્ગ 10) અને ICE (વર્ગ 12) માટે તારીખ શીટ બહાર પાડી છે. જે વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટcisce.org પરથી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરી શકે છે. સત્તાવાર સમયપત્રક મુજબ ધોરણ 10 ICSE બોર્ડની પરીક્ષાઓ 18 ફેબ્રુઆરીથી શરૂૂ થશે જે 27 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે. જ્યારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 13 ફેબ્રુઆરીથી શરૂૂ થશે અને 5 એપ્રિલ 2025ના રોજ સમાપ્ત થશે.
બોર્ડે સત્તાવાર સૂચનામાં જણાવ્યું કે આઇસીએસઇ અને આઇએસસી બંનેના પરિણામો મે 2025માં જાહેર કરવામાં આવશે. પરીક્ષાના દિવસે સૂચનાઓ, ઉમેદવારોને સૂચનાઓ, પરીક્ષા દરમિયાન અયોગ્ય સાધનોનો ઉપયોગ, ઉત્તરવહીઓની પુન: ચકાસણી વગેરે સંબંધિત અન્ય વિગતો પણ સાજા કરી હતી.