For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગ્રાહકોના રોષ બાદ લઘુતમ બેલેન્સ મામલે ICICI બેંકની પીછેહઠ

05:23 PM Aug 14, 2025 IST | Bhumika
ગ્રાહકોના રોષ બાદ લઘુતમ બેલેન્સ મામલે icici બેંકની પીછેહઠ

Advertisement

ગ્રાહકોના ભારે વિરોધ બાદ, ICICI બેંકે શહેરી વિસ્તારોમાં નવા ગ્રાહકો માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સ (MAB)ની જરૂૂરિયાત 50,000થી ઘટાડીને 15,000 કરી છે. અગાઉ બેંકે આ રકમ 10,000 થી સીધી ₹50,000 કરી દીધી હતી, જેનાથી ગ્રાહકોમાં નારાજગી ફેલાઈ હતી. આ સુધારેલો નિયમ ભલે જૂની મર્યાદા કરતાં થોડો વધારે હોય, પરંતુ તે ગ્રાહકોને મોટી રાહત આપશે.ICICI બેંકે તાજેતરમાં શહેરી ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સની મર્યાદા ₹10,000 થી વધારીને ₹50,000 કરી હતી, જેનો ભારે વિરોધ થયો હતો. આ વિરોધને પગલે બેંકે હવે આ મર્યાદા ઘટાડીને ₹15,000 કરી છે. નાના શહેરો (અર્ધ-શહેરી વિસ્તારો) માટે પણ આ રકમ ₹25,000 થી ઘટાડીને ₹7,500 કરવામાં આવી છે.

ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકો માટે આ મર્યાદા યથાવત ₹5,000 રહેશે. આ નવો નિયમ 1 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંક, એસબીઆઇ, 2020 માં મિનિમમ બેલેન્સનો નિયમ નાબૂદ કરી ચૂકી છે, જ્યારે અન્ય બેંકો સામાન્ય રીતે ₹2,000 થી ₹10,000 સુધીની લિમિટ રાખે છે. અર્ધ-શહેરી વિસ્તારોના નવા ગ્રાહકો માટે પણ લઘુત્તમ બેલેન્સની મર્યાદા 25,000 થી ઘટાડીને 7,500 કરવામાં આવી છે. જોકે, ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોના જૂના ગ્રાહકો માટે આ મર્યાદા પહેલાની જેમ જ 5,000 રહેશે. આ નવા નિયમો 1 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે. બેંકો તેમના ગ્રાહકોને વિવિધ સેવાઓ જેવી કે અઝખ સુવિધા, મોબાઈલ બેંકિંગ, ગ્રાહક સપોર્ટ અને ડિજિટલ સેવાઓ પૂરી પાડે છે.

Advertisement

આ સેવાઓનો ખર્ચ, ઓફિસના જાળવણી ખર્ચ અને સ્ટાફના પગાર જેવા ખર્ચાઓને પહોંચી વળવા માટે બેંકો મિનિમમ બેલેન્સનો નિયમ લાગુ કરે છે. જો ગ્રાહક આ મર્યાદા જાળવી ન શકે, તો તેના પર દંડ વસૂલવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement