હું તમને કિડની આપીશ પણ મત નહીં: સરમાને મુસ્લિમ મતદારનો જવાબ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્ય પર "વસ્તી વિષયક આક્રમણ’ થવાની ચેતવણી આપતા કહ્યું કે, "મિયા મુસ્લિમ’ સમુદાય વૈચારિક મતભેદોને કારણે તેમને મત આપતો નથી. ગુરુવારે એક કાર્યક્રમમાં બોલતા, સરમાએ કહ્યું કે તેમના માટે ગમે તેટલી કલ્યાણકારી યોજનાઓ શરૂૂ કરવામાં આવે, તે ભાજપ માટે મતોમાં પરિવર્તિત થતી નથી.
હિમંતે ઉમેર્યું કે, તેમણે તે યોજનાઓ રજૂ કરવાનું ચાલુ રાખ્યું કારણ કે તેઓ તેને સરકારની ફરજ માનતા હતા. આસામમાં "મિયા મુસ્લિમો’ એ બંગાળી ભાષી બોલતા મુસ્લિમોનો સમુદાય છે જેઓ અથવા જેમના પૂર્વજો હાલના બાંગ્લાદેશ (અગાઉ પૂર્વ પાકિસ્તાન) થી સ્થળાંતર કરીને મુખ્યત્વે બ્રહ્મપુત્ર નદીના કિનારે સ્થાયી થયા હતા, જ્યાં તેઓ રાજ્યની વસ્તી અને રાજકારણનો મહત્વપૂર્ણ ભાગ બન્યા હતા. "જો હું તેમને એક-એક લાખ આપીશ, તો પણ આસામના ઘણા જૂથો અમને મત નહીં આપે. આ જૂથને આપણે ’મિયા મુસ્લિમ’ સમુદાય કહીએ છીએ. તેઓ મને વ્યક્તિગત રીતે કહે છે કે મુખ્યમંત્રી ખૂબ સારા છે.
તમે મને એટલી મદદ કરી છે કે જો તમને ક્યારેય જરૂૂર પડે, તો હું તમને કિડની પણ દાન કરી શકું છું. પરંતુ હું હજુ પણ તમને મત નહીં આપું’. તેઓ મને આ કહેતા રહે છે કારણ કે મતદાન એ એક વૈચારિક પસંદગી છે.’