રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

IPLના સર્વોચ્ચ સ્કોર સાથે મુંબઇ સામે હૈદરાબાદનો ભવ્ય વિજય

01:01 PM Mar 28, 2024 IST | Bhumika
Advertisement

આઇપીએલ 2024 ની 8મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સને 31 રનથી હરાવ્યું. આ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 246/5 રન જ બનાવી શકી હતી. તિલક વર્માએ મુંબઈ માટે લાંબા સમય સુધી પ્રયાસ કર્યો અને 64 રનની શાનદાર ઈનિંગ પણ રમી, પરંતુ ટીમને વિજય રેખા પાર ન લઈ શક્યા.

Advertisement

આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે કદાચ તેમના માટે મોટી ભૂલ સાબિત થઈ હતી. પ્રથમ બેટિંગ કરીને હૈદરાબાદે આઇપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બોર્ડ પર મૂક્યો, જેનો મુંબઈ પીછો કરી શક્યું ન હતું. જો કે મુંબઈના બેટ્સમેનો ટીમને જીત અપાવવા માટે અંત સુધી પ્રયાસ કરતા રહ્યા.278 રન એટલે કે આઇપીએલ ઈતિહાસના સૌથી મોટા ટોટલનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે સારી શરૂૂઆત કરી. રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 56 (20 બોલ)ની ભાગીદારી કરી હતી. પરંતુ તેનો પહેલો ફટકો ચોથી ઓવરમાં ઈશાનના રૂૂપમાં લાગ્યો હતો જે 13 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 34 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મુંબઈએ રોહિત શર્માના રૂૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. જે પાંચમી ઓવરમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 26 રન (12 બોલ) બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી તિલક વર્મા અને નમન ધીરે ત્રીજી વિકેટ માટે 84 રન (37 બોલ)ની ભાગીદારી કરી, જેણે ફરી એકવાર ચાહકોની આશાઓ વધારી. પરંતુ આ ભાગીદારી 11મી ઓવરમાં નમન ધીરની વિકેટ સાથે સમાપ્ત થઈ, જે 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 30 રન (14 બોલ) બનાવીને આઉટ થયો હતો.આ પછી તિલક વર્મા 15મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો જેણે 34 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 64 રન બનાવ્યા. આ પછી 18મી ઓવરમાં કેપ્ટન હાર્દિક પંડ્યાના રૂૂપમાં ટીમને પાંચમો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન પંડ્યાએ 20 બોલમાં 1 ફોર અને 1 સિક્સર ફટકારીને 24 રન બનાવ્યા હતા. આઉટ થતા પહેલા હાર્દિકે ટિમ ડેવિડ સાથે પાંચમી વિકેટ માટે 42 (23 બોલ)ની ભાગીદારી કરી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં બોર્ડ પર 277/3 રન બનાવ્યા, જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર હતો. હેનરિક ક્લાસને ટીમ માટે સૌથી મોટી ઇનિંગ્સ રમી, જેણે 34 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 80* રન બનાવ્યા. આ સિવાય અભિષેક શર્માએ 23 બોલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. ઓપનિંગમાં આવેલા ટ્રેવિસ હેડે 24 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. આ મેચ માટે બંને ટીમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. લ્યુક વૂડને મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. 17 વર્ષની ક્વેના માફાકાને તેનું સ્થાન મળ્યું. આ તેની ડેબ્યૂ મેચ હતી. બીજી તરફ હૈદરાબાદ ટીમના કેપ્ટન પેટ કમિન્સે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. માર્કો જાનસેન અને ટી નઝરજનને પડતો મૂકવામાં આવ્યો હતો અને તેના સ્થાને ટ્રેવિસ હેડ અને જયદેવ ઉનડકટને સામેલ કરવામાં આવ્યા હતા. જો રેકોર્ડ પર નજર કરીએ તો હૈદરાબાદ સામે મુંબઈનો હંમેશા ઉપર હાથ રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 22 મેચ રમાઈ છે, જેમાં મુંબઈએ 12 અને હૈદરાબાદે 10 મેચ જીતી છે. જો છેલ્લી 5 મેચનો રેકોર્ડ જોઈએ તો તેમાં મુંબઈ ઈન્ડિયન્સનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો છે. આ 5 માંથી તેણે 4 મેચ જીતી હતી, જ્યારે હૈદરાબાદે એક મેચ જીતી હતી.

Tags :
cricketindiaindia newsIPLSportssports news
Advertisement
Next Article
Advertisement