મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું
2025ના મહા કુંભ અનેક રીતે ટ્રેજિક બની રહ્યો છે. આગ, નાસભાગ, મારામારી બાદ હવે પતિને હાથે પત્નીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. મહાકુંભમાં સાથે સાથે પવિત્ર સ્નાન કર્યાં બાદ એક પતિએ હોટલમાં તેની પત્નીની ઘાતક હથિયારથી હત્યા કરી નાખી હતી. પોતાના આડાસંબંધો છુપાવવા માટે પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી.
દિલ્હીના ત્રિલોકપુરીથી એક કપલ યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ ઉત્સવમાં પવિત્ર સ્નાન કરવા પહોંચ્યું હતું.
પત્ની તો ગદગદિત હતી પરંતુ તેને પતિના ખૌફનાક પ્લાનની જાણકારી નહોતી તેને ખબર નહોતી કે મહા કુંભની આ મુલાકાત તેના જીવનની આખરી છે. હકીકતમાં પોતાના આડાસંબંધો છુપાવવા માટે પત્નીની હત્યા કરવા પતિ તેને લઈને મહા કુંભ આવ્યો હતો. પતિએ ફરજ બજાવીને વિડિઓ રેકોર્ડિંગ કર્યું અને સાથે વિતાવેલા સમયના ફોટા પાડ્યા, અને તેમને તેમના બાળકોને ઘરે મોકલી દીધા, બને ખુબ ખુશ છે તેવું દેખાડવાના પતિએ ભરપૂર પ્રયાસો કર્યાં હતા ત્યાર બાદ રાત વિતાવવા માટે એક સામાન્ય હોમસ્ટેમાં ગયા, પરંતુ સવાર સુધીમાં, પત્નીનું લોહીથી લથપથ શરીર મળી આવતાં હડકંપ મચ્યો હતો. પરંતુ પોલીસે 48 કલાકમાં જ મહિલાની હત્યાનો ભેદ ઉકેલી નાખીને પતિની ધરપકડ કરી હતી.
19 ફેબ્રુઆરીની સવારે, પ્રયાગરાજ પોલીસને ઝુનસી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના આઝાદ નગર કોલોનીમાં એક હોમસ્ટેના બાથરૂૂમમાં 40 વર્ષીય મહિલાના લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી મળી. ગુનાના સ્થળે પહોંચીને પોલીસે જોયું કે મહિલાનું ગળું તીક્ષ્ણ હથિયારથી કાપી નાખવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે મહિલા ગઈકાલે રાત્રે એક પુરુષ સાથે હોમસ્ટેમાં આવી હતી, જેમાં તેણે પોતાને પતિ-પત્ની તરીકે ઓળખાવી હતી. હોમસ્ટેના મેનેજરે કોઈ પણ જાતની તપાસ કર્યાં વગર તેમને રુમ ફાળવી દીધો હતો અને સવારમાં મહિલાની લાશ મળી આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે મહિલા 18 ફેબ્રુઆરીની રાત્રે તેના પતિ સાથે નવી દિલ્હીથી પ્રયાગરાજ ગઈ હતી. મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે ફરતો થયો હતો અને અખબારોમાં પ્રકાશિત થયો હતો. 21 ફેબ્રુઆરીના રોજ સંબંધીઓ મહિલાની ઓળખ માટે સામે આવ્યાં અને તેને ઓળખી કાઢી. પીડિતાની ઓળખ દિલ્હીના ત્રિલોકપુરીના રહેવાસી અશોક કુમારની પત્ની મીનાક્ષી તરીકે થઈ હતી. પોલીસે અશોક કુમારને શોધી કાઢતા અને ધરપકડ કરતા પહેલા તેની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.