ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હોટેલ્સ, ઇવેન્ટ આયોજકો હવે આધાર કાર્ડની નકલ માગી નહીં શકે

05:52 PM Dec 08, 2025 IST | Bhumika
Advertisement

વેરિફિકેશન માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે: ડેટા સુરક્ષા, ગોપનિયતા માટે ઓથોરિટીનો નિર્ણય

Advertisement

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) ટૂંક સમયમાં એક નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે જે સામાન્ય નાગરિકોની ગોપનીયતાને વધુ સુરક્ષિત બનાવશે. આ નવા નિયમ હેઠળ, હોટેલો, ઈવેન્ટ આયોજકો અને અન્ય ખાનગી સંસ્થાઓ હવે ગ્રાહકો પાસેથી આધાર કાર્ડની ફોટોકોપી (ઝેરોક્સ) એકત્રિત કરી શકશે નહીં.
તેના બદલે, તેઓએ ડિજિટલ ક્યુઆર આધારિત વેરિફિકેશન પ્રક્રિયા અપનાવવી પડશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય આધાર ડેટાના દુરુપયોગને રોકવાનો અને કાગળ સ્વરૂૂપે ડેટા સ્ટોરેજ સાથે સંકળાયેલા જોખમોને દૂર કરવાનો છે.

UIDAIના CEO ભુવનેશકુમારે જણાવ્યું હતું કે, સત્તામંડળે એક નવું માળખું મંજૂર કર્યું છે જેમાં આધાર-આધારિત વેરિફિકેશન કરતી સંસ્થાઓએ સિસ્ટમ સાથે નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવી ફરજિયાત રહેશે.
આ નવા નિયમ મુજબ, હોટેલો અને ઈવેન્ટ આયોજકો જેવી સંસ્થાઓએ વેરિફિકેશન માટે સત્તાવાર રીતે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, જેના પછી તેમને નવી વેરિફિકેશન ટેક્નોલોજીની ઍક્સેસ આપવામાં આવશે. આ પ્રક્રિયાનો હેતુ પેપર-બેઝડ વેરિફિકેશનને નિરુત્સાહિત કરવાનો અને સુરક્ષિત ડિજિટલ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે.

આ નવી વ્યવસ્થામાં વેરિફિકેશન કયુઆર કોડ સ્કેનિંગ દ્વારા અથવા હાલમાં વિકસાવવામાં આવી રહેલી નવી આધાર મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે. યુઝર્સ અપડેટેડ એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકશે અને જે પરિવારના સભ્યો પાસે મોબાઈલ ફોન નથી, તેમને પણ આ જ એપમાં ઉમેરી શકાશે.જે સંસ્થાઓને ઓફલાઇન ઓથેન્ટિકેશનની જરૂૂર છે, તેમને અઙઈં (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ)ની સુવિધા આપવામાં આવશે, જેથી તેઓ આ વેરિફિકેશન સિસ્ટમને તેમના સોફ્ટવેરમાં સંકલિત કરી શકે.

ઞઈંઉઅઈં અત્યારે એક નવી એપ્લિકેશનનું બીટા-ટેસ્ટિંગ પણ કરી રહ્યું છે જે દરેક ટ્રાન્ઝેક્શન માટે સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટ થયા વિના ’એપ-ટુ-એપ’ ઓથેન્ટિકેશનને સપોર્ટ કરશે. આ સુવિધા એરપોર્ટ અને વય-પ્રતિબંધિત વસ્તુઓ વેચતા રિટેલ આઉટલેટ્સ જેવી જગ્યાઓ પર ખૂબ ઉપયોગી સાબિત થશે.આ નવો નિયમ ભારતના આગામી ’ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ’ સાથે સુસંગત છે, જે આવનારા 18 મહિનામાં સંપૂર્ણ રીતે કાર્યરત થવાની સંભાવના છે. આ સુધારેલી વેરિફિકેશન પ્રક્રિયા વપરાશકર્તાઓની પ્રાઈવસી જાળવી રાખશે અને તેમના આધાર ડેટા લીક થવાના જોખમને ઘટાડશે. આ એપમાં યુઝર્સ અપડેટેડ એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકશે અને જે પરિવારના સભ્યો પાસે મોબાઈલ ફોન નથી, તેમને પણ આ જ એપમાં ઉમેરી શકાશે.

Tags :
Aadhaar card copyevent organizersHotelsindiaindia news
Advertisement
Next Article
Advertisement