For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હૈદરાબાદમાં રસ્તો ટ્રમ્પના નામે, ગુગલ સ્ટ્રીટ, માઇક્રોસોફટ રોડ

05:48 PM Dec 08, 2025 IST | Bhumika
હૈદરાબાદમાં રસ્તો ટ્રમ્પના નામે  ગુગલ સ્ટ્રીટ  માઇક્રોસોફટ રોડ

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજધાની હૈદરાબાદમાં કેટલાક ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે શહેરમાં યુએસ કોન્સ્યુલેટ નજીકથી પસાર થતા રસ્તાનું નામકરણ ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ રાખવામાં આવશે. વધુમાં, એક રોડનું નામ સ્વર્ગસ્થ ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાના નામ પર રાખવામાં આવશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણય હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. ટૂંક સમયમાં વિદેશ મંત્રાલય અને યુએસ એમ્બેસીને આ અંગે જાણ કરતો પત્ર લખવામાં આવશે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે જારી કરાયેલા એક પ્રકાશનમાં અન્ય ઘણા ફેરફારોની પણ જાહેરાત કરવામાં આવી છે. ગૂગલ અને ગૂગલ મેપ્સના યોગદાનને માન આપવા માટે, હૈદરાબાદના નાણાકીય જિલ્લામાં એક મુખ્ય માર્ગનું નામ ગૂગલ સ્ટ્રીટ રાખવામાં આવશે. આ માર્ગ ગૂગલના આગામી કેમ્પસની નજીક સ્થિત હશે, જે યુએસની બહાર કંપનીનું સૌથી મોટું મુખ્ય મથક બનવાનું છે.આ ઉપરાંત, મુખ્ય આઇટી કંપનીઓ વિપ્રો અને માઇક્રોસોફ્ટને પણ શહેરના ભૂગોળમાં માન્યતા આપવામાં આવશે. પ્રકાશન અનુસાર, શહેરમાં વિપ્રો જંકશન અને માઇક્રોસોફ્ટ રોડ સ્થાપિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આ વર્ષની શરૂૂઆતમાં આ પહેલ શરૂૂ કરવાની જાહેરાત કરી હતી. દિલ્હીમાં યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં બોલતા, તેમણે હૈદરાબાદના મુખ્ય રસ્તાઓનું નામ વૈશ્વિક કંપનીઓના નામ પર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજ્ય સરકારની આ અનોખી પહેલ વૈશ્વિક કંપનીઓનું ધ્યાન આકર્ષિત કરી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement