મૂર્તિ વિસર્જન દરમિયાન માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
11:07 AM Sep 16, 2024 IST | admin
મૃતકોનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી
Advertisement
તાજેતરમાં ઠેરઠેર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ. પાટણ નજીક સરસ્વતી નદીના પ્રવાહમાં ચાર લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. એક અન્ય ઘટનામાં ગઈકાલે ગાંધીનગર ખાતે દેહગામમાં મેશ્વો નદીના પ્રવાહમાં 10 લોકો ડૂબી ગયા હતા જે પૈકી 8 ના મરુતદેહો મેળવવામાં આવ્યા છે અને બેની શોધખોળ કરવામાં આવી રહી છે. મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતાં કુલ મળીને 14 લોકોનાં મોત નિપજયા છે.
મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 2,10,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કલોલમાં રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
Advertisement
Advertisement