રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શેરબજારમાં પણ HMPV વાઇરસનો ફફડાટ, સેન્સેક્સ 1400 અંક તૂટ્યો

03:57 PM Jan 06, 2025 IST | Bhumika
Advertisement

આજે સવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યા બાદ ભારતમાં એચએમપીવી વાયરસના કેસોની પુષ્ટી થયાના સમાચાર મળતા જ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સ 1442 અને નિફ્ટી 453 અંક સુધી તુટી હતી ડોલર સામે રૂપિયો પણ પાંચ પૈસા તુટીને 85.84ના નવા તળિયે ટ્રેડ થયો હતો. અમેરિકાના ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં જોરદાર તેજીથી વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી મોટાપાયે પૈસા ખેચી રહ્યા છે. ત્યારે એચએમપીવી વાયરસના ફફડાટે બજારને વધુ ફટકો આપ્યો છે.

Advertisement

બપોરના સેશનની શરૂઆત સાથે જ રોકાણકારોની કુલ મુડી રૂા. 9.61 લાખ કરોડ ઘટી ગઈ હતી આ ઉપરાંત બીએસઈમાં 363 શેરોમાં લોઅર સર્કિટ લાગી ગઈ હતી.
શુક્રવારે 79,223ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 58 પોઈન્ટ વધીને 79,281 પર ખુલ્યો હતો. સવારે પહેલા સેશનમાં 10:15 કલાકે સેન્સેક્સ 309 પોઈન્ટ ઉછળીને 79,532 પર ટ્રેડ થતો હતો. પરંતુ બેંગ્લોર અને અમદાવાદ સહિતના શહેરોમાં એચએમપીવીના ત્રણ કેસના સમાચાર મળતા જ સેન્સેક્સ ગઈકાલના બંધથી 1442 અંક તુટીને 77,781 પર ટ્રેડ થયો હતો. નિફ્ટીમાં પણ શુક્રવારના બંધ સામે 24,004ના બંધ સામે આજે 453 પોઈન્ટનું ગાબડુ પડતા 23,551 સુધી ટ્રેડ થઈ હતી.

શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. બેન્કિંગ શેર્સમાં ગાબડું નોંધાયું છે. બેન્ક ઓફ બરોડા 5.30 ટકા, યસ બેન્ક 4.16 ટકા, કેનેરા બેન્ક 3.75 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. એચડીએફસી બેન્કમાં મોટાપાયે વેચવાલી નોંધાયા વોલ્યૂમ ઘટ્યા છે. પરિણામે બેન્કેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો છે. સ્મોલકેપ ઈન્ડેક્સ 1400થી વધુ અને મીડકેપ 950 પોઈન્ટ તૂટ્યો છે. માર્કેટ નિષ્ણાતોના મતે, શેરબજારમાં મોટા કડાકાનું એક કારણ ચીનમાં નવા વાયરસની શરૂૂઆત પણ છે. ચીનમાં કોરનાની જેમ ચેપી ઇંખઙટ વાયરસ ફેલાઈ રહ્યો છે. જેેનો એક કેસ દેશમાંથી પણ મળ્યો છે. જેથી રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવતાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે, ડબ્લ્યૂએચઓ મુજબ વાયરસના કેસોમાં 2 જાન્યુઆરી સુધીમાં કોઈ ખાસ વૃદ્ધિ જોવા મળી નથી.

Tags :
indiaindia newssnesex-niftystock market
Advertisement
Next Article
Advertisement