રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેશમાં HMP વાઇરસે પંજો પ્રસરાવ્યો,1 દી’માં 8 કેસ: નડ્ડા કહે છે, ચિંતા ન કરો

11:05 AM Jan 07, 2025 IST | Bhumika
Advertisement

HMP એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ ભારતમાં સતત વધી રહ્યા છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશમાં અત્યાર સુધીમાં 8 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં HMP દર્દીઓની પુષ્ટિ થઈ છે. જો કે, કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસોમાં વધારો થવાથી કોવિડ જેવી સ્થિતિ સર્જાશે નહીં. વર્ષ 2001માં નેધરલેન્ડમાં પ્રથમ વખત આ વાયરસ જોવા મળ્યો હતો. બંગાળમાં પણ એક કેસ નોંધાયો છે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે ભારતમાં ઇંખઙના 8 કેસ નોંધાયા હતા. જેમાંથી બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં 2 અને અમદાવાદમાં 1 મળી આવ્યો હતો. ICMRએ બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં બે કેસની પુષ્ટિ કરી છે. પહેલો કેસ બેંગલુરુની 3 વર્ષની છોકરીનો હતો, જેને તાવ અને શરદી પછી ડિસેમ્બરમાં દાખલ કરવામાં આવી હતી.
હવે તે સ્વસ્થ થઈ ગઈ છે અને તેને રજા આપવામાં આવી છે.

બીજો કેસ 3 જાન્યુઆરીના રોજ જોવા મળ્યો હતો, જેમાં 8 મહિનાના બાળકનો સમાવેશ થાય છે. બંને બાળકો અગાઉ બ્રોન્કોપ્ન્યુમોનિયાથી પીડાતા હતા અને તેઓ વિદેશ પ્રવાસે ગયા ન હતા. 24 ડિસેમ્બરે રાજસ્થાનના ડુંગરપુરના 2 વર્ષના બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 26 ડિસેમ્બરે તેમનામાં ઇંખઙની પુષ્ટિ થઈ હતી. 7 અને 13 વર્ષની ઉંમરના બે બાળકોને 3 જાન્યુઆરીએ નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ખાસ વાત એ છે કે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને આ કેસોની AIIMSમાં ફરી તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. બંને બાળકો સ્વસ્થ છે. તમિલનાડુના આરોગ્ય સચિવ સુપ્રિયા સાહુએ કહ્યું હતું કે રાજ્યમાં 2 સક્રિય કેસ છે. ચેન્નાઈ અને સાલેમમાં તેની સારવાર ચાલી રહી છે.

દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું છે કે આ વાયરસ નવો વાયરસ નથી અને તેનાથી ચિંતા કરવાની જરૂૂર નથી. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસ નવો નથી, તેની ઓળખ 2001માં થઈ હતી. તે ખાસ કરીને શિયાળા અને વસંતઋતુના પ્રારંભમાં જોવા મળે છે. ચીન સહિત પડોશી દેશોએ તકેદારી રાખી છે. ઠઇંઘ ટૂંક સમયમાં રિપોર્ટ અમારી સાથે શેર કરશે. ભારતમાં કોઈપણ રેસ્પિરેટરી સમસ્યામાં વૃદ્ધિ નથી જોવા મળી. દેશની આરોગ્ય પ્રણાલી આ તમામ પડકારોનો જવાબ આપવા માટે તૈયાર છે. સ્વાસ્થ્ય વિભાગ તેના પર નજર રાખી રહ્યું છે.

Tags :
HealthHMP VirusHMP virus casesindiaindia news
Advertisement
Next Article
Advertisement