કાલાવડના માછરડા ગામે મકાનમાંથી રૂા. 71 હજારની ચોરી
11:42 AM Jan 09, 2025 IST | Bhumika
અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ
Advertisement
કાલાવડ તાલુકાના માછરડા ગામે એક રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરો પ્રવેશી રૂૂા. 71 હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવાતા સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત મુજબ કાલાવડથી રર કિ.મી. દૂર આવેલ માછરડા ગામે રહેતા અરવિંદસિંહ બનેસિંહ વાળા ના રહેણાંક મકાને ગત તા.4 ના રોજ કોઈ તસ્કરો અંદર પ્રવેશી ઓસરીના દરવાજાનું તાળું તોડી રૂૂમમાં લોખંડના ટેબલના ખાનામાં રાખેલ રૂૂા.71 હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતાં. બીજી તરફ અરવિંદસિંહ વાળાએ અજાણ્યા તસ્કરો સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ જી.આઈ. જેઠવાએ વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement