For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હે રામ…અયોધ્યા રામપથ પરથી 3800 લાઇટોની ચોરી

11:13 AM Aug 14, 2024 IST | Bhumika
હે રામ…અયોધ્યા રામપથ પરથી 3800 લાઇટોની ચોરી
Advertisement

ચોરો અયોધ્યામાં રામલલ્લા મંદિર તરફ જતા રામપથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂૂપિયાથી વધુની કિંમતની 3,800 બામ્બુ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી કરી રફુચક્કર થઇ ગયા. ચોરીની આ ઘટનાઓ અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સલામત સ્થળે બની હતી અને પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ.
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળ અમુક કંપનીઓ દ્વારા રામપથના વૃક્ષો પર 6,400 બામ્બુ લાઈટો અને ભક્તિપથ પર 96 ગોબો પ્રોજેક્ટર લાઈટો લગાવવામાં આવી હતી.

ફર્મના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, રામપથ અને ભક્તિપથ પર લગાવવામાં આવેલી 3,800 બામ્બુ લાઇટ અને 36 પગોબો પ્રોજેક્ટર લાઇટથ ચોરાઈ ગયા છે. આ મામલે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાયો છે.

Advertisement

પોલીસમાં કરાયેલી ફરિયાદ મુજબ, પરામપથ પર 6,400 બામ્બુ લાઈટો લગાવવામાં આવી હતી અને ભક્તિ પથ પર 96 ગોબો પ્રોજેક્ટર લાઈટો લગાવવામાં આવી હતી. 19મી માર્ચ સુધીમાં તમામ લાઈટો લગાવી દેવામાં આવી હતી, પરંતુ 9મી મેના રોજ ઈન્સ્પેક્શન કર્યા બાદ કેટલીક લાઈટો ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે ચોરોએ લગભગ 3,800 બામ્બુ લાઇટો અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી કરી હતી. ફરિયાદ મુજબ એવું સ્વીકારવામાં આવ્યું હતું કે કંપનીને આ ચોરીની જાણકારી મે મહિનામાં થઈ ગઈ હતી, પરંતુ ચોરીના બે મહિના પછી 9 ઓગસ્ટે કેસ નોંધાવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement