ત્રિપુરામાં ભારે વરસાદે મચાવી તબાહી, ભૂસ્ખલન કારણે 7નાં મોત, હજારો અસરગ્રસ્ત
ત્રિપુરામાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ સમાઈ આવી છે. ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત સાત લોકોનાં મોત થયા છે અને બે ગ્રામીણો લાપતા છે તેમ એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
48 કલાકથી વધુ સમયથી સતત વરસાદને કારણે અનેક નદીઓના જળસ્તરમાં અચાનક વધારો થતાં પૂરમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અચાનક પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે અને ત્રિપુરામાં આગામી બે દિવસ વધુ વરસાદની આગાહી છે. મૃત્યુ પામેલા સાત લોકોમાંથી એક ખોવાઈ જિલ્લાનો, એક ગોમતી જિલ્લાનો અને પાંચ દક્ષિણ ત્રિપુરા જિલ્લાનો હતો. ગોમતી અને ખોવાઈ જિલ્લામાંથી બે લોકો લાપતા હોવાના અહેવાલ છે. SDRF, NDRF, નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો, ફાયર અને ઈમરજન્સી સેવાઓ સહિત 200થી વધુ બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તૈનાત છે.
સમગ્ર ત્રિપુરામાં 5,607 અસરગ્રસ્ત પરિવારોને આશ્રય આપવા માટે કુલ 183 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. તેમાંથી 24 રાહત શિબિરો પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં, 68 ગોમતી જિલ્લામાં, 30 દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં, 39 ખોવાઈ જિલ્લામાં અને બાકીના રાજ્યના બાકીના ભાગોમાં છે. ત્રિપુરાના ઘણા વિસ્તારોમાં ગઈકાલથી ભારે વરસાદ થયો છે