For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં જબરો રાજકીય ડ્રામા: કોંગ્રેસની નોટબંધી, પછી રાહત

05:21 PM Feb 16, 2024 IST | Bhumika
દિલ્હીમાં જબરો રાજકીય ડ્રામા  કોંગ્રેસની નોટબંધી  પછી રાહત
  • 2018-19ના આઈટી રિટર્ન ભરવામાં મોડું થતાં ઈન્કમટેક્સે 210 કરોડની રિકવરી કાઢી હોવાના ખજાનચી માકનના આક્ષેપ પછી બીજા નેતા વિવેક તન્ખાનો ખુલાસો, ખાતાં અનફ્રીઝ થયા છે, 21મીએ આ મામલે ટ્રીબ્યુનલમાં સુનાવણી થશે

Advertisement

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને આજે પત્રકાર પરિષદમાં સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ બંનેના ખાતા ફ્રિઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે અમારી પાસેથી કુલ 210 કરોડ રૂૂપિયાની રિકવરી માંગી છે. જો કે એ પછી કોંગ્રેસના નેતા વિવેક તન્ખાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કોંગ્રેસના બેંક ખાતા પરથી બુધવાર સુધી રોક હટાવી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, મે દિલ્હીમાં આઈટી બ્રાંચ સમક્ષ પક્ષનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે.

અમને બે દિવસ પહેલા ખબર પડી કે અમે જે ચેક ઈસ્યુ કરીએ છીએ પણ બેંકો પૈસા નથી આપી રહી. અમે તપાસ કરી તો અમને જણાવવામાં આવ્યું કે કોંગ્રેસના તમામ ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અમારા ખાતાઓ નહીં પણ આપણા દેશમાં લોકશાહી ફ્રિઝ ગઈ છે.માકને એ પહેલા જણાવ્યું હતું કે, 2018-19નું આવકવેરા રિટર્ન કોંગ્રેસ દ્વારા ભરવામાં 40-45 દિવસનો વિલંબ થયો, આ સંદર્ભે આવકવેરા વિભાગે 210 કરોડ રૂૂપિયાની રિકવરી માંગી છે. અત્યારે અમારી પાસે ખર્ચવા માટે એક પણ પૈસો નથી.

Advertisement

કોંગ્રેસે દાવો કર્યો હતો કે આ રાજકીય રીતે પ્રેરિત છે અને પક્ષની ચૂંટણી તૈયારીઓને વિક્ષેપિત કરવા માટે વ્યૂહાત્મક રીતે આ સમએ ખતા ફ્રિઝ કરાયા છે.તેમણે વધુમાં કહ્યું કે લોકશાહીમાં આવું ન થવું જોઈએ જ્યાં, એક જ પક્ષ પોતાની ઈચ્છા મુજબ કામ કરે અને જ્યાં મુખ્ય વિરોધ પક્ષને આ રીતે ગૌણ બનાવી દેવામાં આવે. અમે ન્યાયતંત્ર, મીડિયા અને લોકો પાસેથી ન્યાય ઈચ્છીએ છીએ. અમે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરી છે, ત્યાં સુનાવણી ચાલી રહી છે.

અમે સુનાવણી પહેલાં ખુલાસો કરવાનું યોગ્ય માન્યું નહીં. ગઈકાલે અમને જાણવા મળ્યું કે અમારા વકીલ વિવેક ટંખાનાના પણ કુલ 4 વધુ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે અમારા ખાતાઓ નહીં પણ આપણા દેશમાં લોકશાહી ફ્રિઝ ગઈ છે. આ પૈસા કોર્પોરેટ જગતમાંથી મળેલા પૈસા નથી. આ ક્રાઉડ ફંડિંગ મની છે. આ નાણાં ભારત સરકાર દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ કોર્પોરેટ બોન્ડમાંથી એ જ પૈસા વાપરી રહી છે જેના પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.

તેમણે ખાતાઓ ફ્રીઝ કરવાના સમય અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા કે સામાન્ય ચૂંટણી પહેલા ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.તમણે કહ્યું કે અત્યારે, અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી. વીજળીના બિલ, કર્મચારીઓનો પગાર, ન્યાય યાત્રા, દરેક વસ્તુ પર અસર પડી છે. સમય જુઓ; આ સ્પષ્ટ છે, અમારી પાસે માત્ર એક પીએએન છે, અને ચાર ખાતા બધા જોડાયેલા છે.

કોંગ્રેસના નેતાઓ ગડમથલમાં: 115 કરોડની રકમ લિઅનમાં રખાઈ હોવાનો માકનનો દાવો
બેંક ખાતા અનફ્રિઝ થવા મામલે કોંગ્રેસના નેતાઓના નિવેદનમાં વિરોધાવાસ જોવા મળ્યો છે. સવારે પત્રકાર પરિષદમાં ખજાનચી અજય માકને પક્ષના ખાતા ફ્રિઝ કરાયાની વાત કરી હતી. એ પછી બીજા નેતા વિવેક તન્ખાએ ખાતા અનફ્રિઝ થયાનું અને બુધવારે ટ્રીબ્યુનલમાં સુનાવણી થશે તેવી ટ્વિટ કરી હતી. ત્યાર બાદ માકને દાવો કર્યો હતો કે, પક્ષને આવકવેરા ટ્રીબ્યુનલ દ્વારા કોઈ રાહત અપાઈ નથી. ટ્રીબ્યુનલે ખાતામાં 115 કરોડની રકમ સામે લીઅન માર્ક લગાવી દીધું છે. જેનો અર્થ એ કે અમે તેનાથી ઉપરની રકમ વાપરી શકીશું. 115 કરોડ રૂપિયા તો ખાતામાં રાખવા જ પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement