રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બિહારમાં ખેલા હોબે, આંકડાના ખેલમાં નીતિશનો દમ

06:43 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

122 સભ્યોની જરૂરિયાત સામે 129ની બહુમતીએ જીત્યો વિશ્ર્વાસનો મત: છેલ્લી ઘડીએ તેજસ્વીના ત્રણ ધારાસભ્યોની પલટી, ભાજપ-જેડીયુના છ ગુમ

Advertisement

બિહારની રાજનીતિમાં આજે ભાજપના ટેકાથી જેડીયુના સર્વેસર્વા નીતિશ કુમારે ખેલા હોબે કરી આંકડાના ખેલમાં વેતરણી પાર કરી દીધી છે. આજે યોજાયેલ વિધાનસભામાં નીતિશકુમારે 122ની જરૂરિયાત સામે 129 ધારાસભ્યોનું સમર્થન હાંસલ કરી મુખ્યમંત્રી પદ ટકાવવામાં સફળતા મેળવી હતી.

આ પૂર્વે ગૃહમાં અધ્યક્ષ સામે અવિશ્ર્વાસનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યાો હતો અને અધ્યક્ષને હટાવવા 125 મત પડ્યા હતાં. જ્યારે અધ્યક્ષની તરફેણમાં 122 મત પડ્યા હતાં.બિહારની આયારામ-ગયારામ વચ્ચે તેજસ્વી યાદવ જૂથ ત્રણ ધારાસભ્યો ચેતન આનંદ, પ્રહલાદ યાદવ અને નિલમદેવીએ છેલ્લી ઘડીએ પાટલી બદલી નીતિશને ટેકો આપ્યો હતો. જ્યારે ભાજપ અને જેડીયુના છ ધારાસભ્યો ગૃહમાં પહોંચ્યા ન હતાં ભાજપના મિસરીલાલ યાદવ, રશ્મી વર્મા, ભગીરથ યાદવ તેમજ જે.ડી.યુ.ના બીમા ભારતી, સંજીવ કુમાર અને દિલીપ રાય ગુમ રહ્યા હતાં.

બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ મતદાન પહેલા જ પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે આજે ગૃહમાં બોલવા દો, કાલથી હું જનતાની વચ્ચે જ રહીશ.
ગૃહમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે નીતીશને 9મી વખત મુખ્યમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું, જેઓ મોદીજીની ગેરંટી આપે છે તેઓ કહેશે કે મુખ્યમંત્રી ફરી પલટશે કે નહીં પલટે? નીતિશ કુમાર પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે જો હું ચોર દરવાજાથી આવ્યો તો તે દરવાજો કોણે ખોલ્યો? તેજસ્વીએ કહ્યું કે ભાજપ ભારત રત્નનું સન્માન નહીં, ડીલિંગ કરે છે.

આ પહેલા વિધાનસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. વિપક્ષની માંગ પર મતદાન થયું હતું. પ્રસ્તાવના પક્ષમાં 125 અને વિપક્ષમાં 112 મત પડ્યા હતા. આ પછી નીતિશ કુમારે ગૃહમાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

બિહારના રાજકારણ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીતિશ સરકારે આજે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરનું વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં અભિભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેજસ્વી ઝિંદાબાદના નારા લાગ્યા હતા. વિધાનસભાની બહાર હંગામો મચાવનારા આરજેડી કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

આરજેડીના બે ધારાસભ્યો ચેતન આનંદ અને નીલમ દેવી સેન્ટ્રલ હોલમાં પહોંચ્યા છે, અને બંને સત્તા પક્ષ તરફ બેઠા છે. જેડીયુના 3 ધારાસભ્યો બીમા ભારતી, સંજીવ કુમાર અને દિલીપ રાય વિધાનસભા પહોંચ્યા નથી. ભાજપના 3 ધારાસભ્યો મિશ્રીલાલ યાદવ, રશ્મિ વર્મા અને ભાગીરથી દેવી પણ આવ્યા નથી. જ્યારે આરજેડીના ચેતન આનંદ અને નીલમ દેવી વિધાનસભા મોડા પહોોંચીને નીતીશકુમારના પક્ષમાં બેઠા હતાં. છઉંઉનો આરોપ છે કે તેમને બળજબરીથી ઉંઉઞ વ્હિપના રૂૂમમાં બેસાડવામાં આવ્યા છે. ગૃહની કાર્યવાહી પહેલા ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે ખેલા થઈ ગયું છે.

Tags :
Biharbihar newsindiaindia news
Advertisement
Next Article
Advertisement