વિશ્ર્વની ટોપ યુનિવર્સિટીમાં ભારતની 50 યુનિ.નો સમાવેશ
QS વર્લ્ડ યુનિ. રેન્કિંગમાં ભારત ચોથા ક્રમે, IIT દિલ્હીએ બોમ્બેને પાછળ છોડી, ઈંઈંજઈ બેંગ્લોરનો પણ દબદબો
QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 ની યાદી જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમા આ વખતે લગભગ 50% ભારતીય યુનિવર્સિટીઓના રેન્કિંગમાં સુધારો થયો છે જેમાં ભારતમાં IIT દિલ્હી ટોચ પર છે. વૈશ્વિક સ્તરે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) એ આ વર્ષે 14મી વખત પવર્લ્ડ બેસ્ટ યુનિવર્સીટીથનું સ્થાન જાળવી રાખ્યું છે. આ વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી (IIT દિલ્હી) આ યાદીમાં 123મા સ્થાને છે, વર્ષ 2025 માં તેનું સ્થાન 150મુ હતું.
આઠ વર્ષમાં પહેલી વાર IIT દિલ્હી QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 મા IIT બોમ્બેને પાછળ છોડીને ટોચની યુનિવર્સીટી બની IIT બોમ્બે ગયા વર્ષે ભારતની ટોપ યુનિવર્સીટીમાં 118મા રેન્કિંગ સાથે પ્રથમ સ્થાને હતું જે હવે 11 ક્રમ નીચે આવીને 129મુ સ્થાન ધરાવે છે.
આ ત્રણ પછી IIT ખડગપુર અને IISc બેંગ્લોરે ચોથું અને પાંચમું સ્થાન મેળવ્યું છે. દિલ્હી યુનિવર્સિટી (DU) એ પણ તેના રેન્કિંગમાં સુધારો કર્યો છે. તે હવે 328મા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે ગયા વર્ષે તે 407મા સ્થાને હતી. આ વર્ષે ભારતની 8 નવી યુનિવર્સીટીને રેન્કિંગમાં સામેલ કરવામાં આવી છે જેના કારણે હવે ભારતની કુલ 54 યુનિવર્સિટી QS રેન્કિંગ લિસ્ટમાં સામેલ છે. આ રીતે ભારત 54 યુનિવર્સિટી સાથે ચોથા સ્થાને છે જે અમેરિકા (192), યુકે (90) અને ચીન (72) પછી આવે છે.