ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

RSSના હેડ કવાર્ટરમાં હનુમાન મંદિર ને હોસ્પિટલ

05:34 PM Feb 13, 2025 IST | Bhumika
Advertisement

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ બુધવારે દિલ્હીમાં પોતાના નવા કાર્યાલય પરિસર કેશવ કુંજનું ઉદ્ધાટન કર્યું છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

Advertisement

તે લગભગ 5 લાખ વર્ગ ફુટમાં ફેલાયેલું છે. તેમાં ટાવર ઓડિટોરિયમ, એક લાઈબ્રેરી, એક હોસ્પિટલ અને એક હનુમાન મંદિર આવેલું છે. આ ભવનનું નિર્માણ સાર્વજનિક દાનથી 150 કરોડના ખર્ચે થયું છે. તેનો ઉદ્દેશ્ય આરએસએસના વધતા કામોને સમર્થન આપે છે.
કેશવ કુંજની ડિઝાઈન એ રીતે બનાવી છે કે તેમાં આ કાર્યક્રમો, ટ્રેનિંગ અને બેઠકો માટે એક આદર્શ જગ્યા બનશે. લાઈબ્રેરી સંશોધન કાર્યોમાં મદદ કરશે. જ્યારે ઓડિટોરિયમમાં મોટા આયોજન કરી શકાશે. આ પરિસરમાં પાંચ બેડવાળી એક હોસ્પિટલ પણ આવેલી છે.

આ પરિસર દિલ્હીના ઝંડેવાલામાં આવેલું છે અને 4 એકરમાં ફેલાયેલું છે. તેને બનાવવામાં 150 કરોડનો ખર્ચ થયો છે. તેનો આકાર ભાજપ હેડક્વાર્ટર કરતા પણ મોટો છે. તેમાં આરએસએસની ઓફિસ, આવાસીય જગ્યા અને ગતિવિધિઓ માટેની સુવિધાઓ હશે.
આરએસએસના નવા હેડક્વાર્ટરમાં ત્રણ ટાવર આવેલા છે. તેનું નામ સાધના, પ્રેરણા અને અર્ચના રાખવામાં આવ્યું છે. આ ટાવરોમાં કૂલ મળીને 300 રુમ છે. સાધના ટાવરમાં સંગઠન કાર્યાલય છે. બાકી બંનેમાં આવાસીય પરિસર છે. આ બંને આવાસીય ટાવરોની વચ્ચે એક ખુલ્લી જગ્યા છે. જેમાં એક સુંદર બગીચો અને આરએસએસના સંસ્થાપક કેશવ બાલિરામ હેડગેવારની મૂર્તિ પણ આવેલી છે.

કેશવ કુંજ પરિસરમાં 135 કારની પાર્કિંગ સુવિધા પણ આવેલી છે. જેને ભવિષ્યમાં 270 કાર સુધી વિસ્તારિત કરી શકાશે. રિપોર્ટ અનુસાર, આરએસએસ કાર્યકર્તાઓ અને સંઘ સાથે જોડાયેલ લોકો આ પરિસરમાં દાન આપ્યું છે. લગભગ 75,000 લોકોએ 5 રુપિયાથી લઈને લાખો રુપિયા સુધીનું ડોનેશન આપ્યું છે.

આ ભવન રાજસ્થાન અને ગુજરાતના વાસ્તુકલાથી પ્રેરણા લઈને બનાવ્યું છે. તેમાં 1000 ગ્રેનાઈટ ફ્રેમનો ઉપયોગ કર્યો છે. લાકડાનો ઉપયોગ ઓછો કર્યો છે. આ કાર્યાલયમાં એક લાઈબ્રેરી પણ આવેલી છે. જેને કેશવ પુસ્તકાલયનું નામ આપવામાં આવ્યું છે.

 

Tags :
delhidelhi newsHanuman templeindia newsRSS headquarters
Advertisement
Next Article
Advertisement