For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુરુપૂર્ણિમાની ભેટ: વિરોધ બાદ માસ્તરોની બદલીના નિયમો જાહેર

03:46 PM Jul 20, 2024 IST | admin
ગુરુપૂર્ણિમાની ભેટ  વિરોધ બાદ માસ્તરોની બદલીના નિયમો જાહેર

જિલ્લાફેર બદલી માટે મુખ્ય શિક્ષકની હાલના સ્થળે 5 વર્ષ નોકરી ફરજિયાત

Advertisement

દર વર્ષે મુખ્ય શિક્ષકનું મહેક્મ નક્કી કરાશે: બઢતી-સીધી ભરતી વાળાની અરસ-પરસ બદલી થશે: પતિ-પત્નીને પણ લાભ મળશે

મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો અંગે શિક્ષકો દ્વારા ગાંધીનગરમાં ઉપસાર છાવણી નાખતા વહેલી તકે નિયમો અંગે ખાતરી આપ્યા બાદ માસ્તરોને ગુરુપૂર્ણિમાની ભેટ સ્વરૂપે રાજ્ય સરકારના શિક્ષણમંત્રી દ્વારા મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. આંતરિક બદલી માટે ત્રણ અને જિલ્લાફેર બદલી માટે વર્તમાન શાળામાં પાંચ વર્ષ નોકરીનો સમયગાળો ફરજીયાત કરવામાં આવ્યો છે.

Advertisement

શિક્ષણમંત્રી દ્વારા ટ્વીટ કરી આ માહિતી આપવામાં આવી હતી. નિયમો અંગે કુબેર ડિંડોરે જણાવ્યું હતુ કે, મહેકમ પદ્ધતિ મુજબ બાલવાટીકા ધો.5 અભ્યાસ સુધીમાં 150 કે તેથી વધરા વિદ્યાર્થીઓની સંખ્યા હોય. ત્યારે એક મુખ્ય શિક્ષક, ધો.6થી 8માં 100કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે 1 મુખ્ય શિક્ષક અને બાલવાટીકાથી ધો.8માં 150કે તેથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર ગણવામાં આવશે.

જિલ્લા આંતરિક અને જિલ્લા બહાર બદલી માટે કહ્યુ હતુ કે, જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઇએ. તેમજ જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઇએ અને આ માટે 50ટકા જગ્યાઓ અગ્રતાથી અને 50 ટકા શ્રેયાનતાથી ભરવાની રહેશે. ઉપરાંત બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઇ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકશે. આંતરિક અને જિલ્લા ફેર અરસ પરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહતમ ઉંમર ક્રમશ: 56 અને 55 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

નાદુરસ્તી તબિયત, દંપતિ સહિતના કિસ્સા માટે નિયમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય-રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ, પત્નીની બદલીઓ, રાજ્યના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી, કર્મચારીઓના મુખ્ય શિક્ષક પિત-પત્નીની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઇ કરવામાં આવેલ છે. હાલ ઘણી જગ્યાએ પતિ અને પત્ની અલગ-અલગ જિલ્લામાં નોકરી કરી રહ્યા છે અને ઘણા શિક્ષકોની તબીયત પણ નાદુરસ્ત હોય ઘણા સમયથી બદલીની રાહ જોઇ રહ્યા હોય. તેવા દંપતિઓ માટે આ બદલીના નિયમો રાહતના સમાચાર રૂપ છે.

ઉપરાંત ઘણી શાળામાં ફાળવવામાં આવેલ મહેકમ જળવાઇ રહ્યુ નથી અને તેના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે અને તેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય ઉપર પણ પડી રહી છે. જેથી હવેથી દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ પણ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે. જે-તે શાળામાં મહેકમ જળવાતુ ન હોય તો તેઓને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર, તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ પર, તે પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે. સહિતના નિયમો આજે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

લાંબા સમયથી બલદીના નિયમો જાહેર કરવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી. છતા પણ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાતા શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે ઉપવાસ છાવણી નાખ સરકારનું નાક દબાવવામાં આવતા શિક્ષણ વિભાગે ગુરુપૂર્ણિમા પહેલા ભેટ આપવા ખાતરી આપી હતી. જે અંતર્ગત આજે નિયમો જાહેર કરવામાં આવ્યાં છે અને આ કામગીરી મુખ્યમંત્રી સાથે વિચાર પરામર્શ કર્યા બાદ જ નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. તેવુ ટ્વીટ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement