For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુપીને આઠ રને હરાવી ગુજરાત જાયન્ટ્સની સીઝનમાં બીજી જીત

01:22 PM Mar 12, 2024 IST | Bhumika
યુપીને આઠ રને હરાવી ગુજરાત જાયન્ટ્સની સીઝનમાં બીજી જીત

દિલ્હીના અરુન જેટલી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના મુકાબલામાં ગુજરાતે યુપીને 8 રને હરાવ્યું હતું. બેથ મૂનીની કપ્તાનીમાં ગુજરાતે રોમાંચક મુકાબલામાં જીત મેળવતા આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થવાની રેસમાં ગુજરાત હજી ટકી રહ્યું છે. જ્યારે યુપીને ક્વોલિફાય થવા હવે બેંગલોર અને ગુજરાતની આગામી મેચમાં હારની પ્રાર્થના કરવી પડશે.
ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના મુકાબલામાં ગુજરાતે યુપીને 8 રને હરાવ્યું હતું. ગુજરાતે મુંબઈને જીતવા 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે યુપીની ટીમ 144 રન જ કરી શકી હતી. દીપ્તિ શર્માના 88 અને પૂનમ ખેમનારના 36 રનની મદદથી મુંબઈની ટીમે 20 ઓવરમાં 144 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં સોફી એક્લેસ્ટોને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
ગુજરાતે પહેલા બેટિંગ કરતા કેપ્ટન બેથ મૂનીના 74 અને લૌરા વોલ્વાર્ડના 43 રનની મદદથી 152 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં ગુજરાતની શબનમ શકિલે ત્રણ અને બ્રાઈસ-ગાર્ડનરે એક-એક વિકેટ લીધી હતી. બેથ મૂનીની કપ્તાનીમાં ગુજરાત જાયન્ટ્સની ટીમે આ સિઝનની સાતમી મેચમાં બીજી જીત મેળવી હતી. આ મેચમાં જીતની હીરો શબનમ શકિલ રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.

Advertisement

ગુજરાત જાયન્ટ્સ આ જીત બાદ પણ પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે જ છે અને તેમની હજી આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થવાની આશા જીવંત છે. જ્યારે આજની મેચમાં હાર બાદ યુપીની ટીમ પણ ચોથા સ્થાને યથાવત છે. દિલ્હી અને મુંબઈ ટોપ પર છે ક્વોલિફાય કરી ચૂકી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement