For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

11 મિનિટમાં ચાર ગોલ ફટકારી ભારતીય હોકી ટીમે જીત્યો વર્લ્ડ કપનો બ્રોન્ઝ મેડલ

10:54 AM Dec 11, 2025 IST | Bhumika
11 મિનિટમાં ચાર ગોલ ફટકારી ભારતીય હોકી ટીમે જીત્યો વર્લ્ડ કપનો બ્રોન્ઝ મેડલ

ભારતે અહીં ગઇકાલે હોકીમાં એફઆઇએચ મેન્સ જુનિયર વર્લ્ડ કપની મેચમાં આર્જેન્ટિનાને 4-2થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો. ખાસ વાત એ છે કે ભારતીય ટીમ મેચના મોટા ભાગના સમયમાં 0-2થી પાછળ હતી, પણ છેલ્લી 11 મિનિટમાં ભારતીય ખેલાડીઓએ જબરદસ્ત કમબેક કરીને ઉપરાઉપરી ચાર ગોલ (Goal) કરીને રોમાંચક અને હોકીના ઇતિહાસમાં સૌથી એક્સાઇટિંગ મેચોમાં ગણાશે એવા મુકાબલામાં વિજય મેળવી લીધો હતો.

Advertisement

ભારતના ગોલકીપિંગ લેજન્ડ અને વર્તમાન ટીમના ચીફ કોચ પી. આર. શ્રીજેશે ભારતીય ટીમ પર પ્રશંસા વરસાવતા કહ્યું હતું કે 0-2થી પાછળ રહ્યા પછી છેલ્લી ગણતરીની મિનિટોમાં પાવરફુલ પર્ફોર્મન્સથી 4-2થી જીતી જવું એ મહાન સિદ્ધિ કહેવાય.

ભારત છેલ્લે 2016માં આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. ભારત સામે આર્જેન્ટિનાની ટીમ ચડિયાતી લાગતી હતી, પરંતુ એને ત્રણ ક્વોર્ટર બાદ આંચકા પર આંચકા આપીને ભારતીય ટીમે સૌને ચોંકાવી દીધા હતા.
ભારત વતી જે ચાર પ્લેયરે એક-એક ગોલ કર્યો તેમાં અંકિત પાલ (49મી મિનિટ), મનમીત સિંહ (બાવનમી મિનિટ), શારદા નંદ તિવારી (57મી મિનિટ) અને અનમોલ એક્કા (58મી મિનિટ)નો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement