For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતની કંપનીઓએ રાજકીય પક્ષોને કરોડોનું દાન આપ્યું

12:48 PM Mar 15, 2024 IST | Bhumika
ગુજરાતની કંપનીઓએ રાજકીય પક્ષોને કરોડોનું દાન આપ્યું
  • ટોરેન્ટ જૂથનું સૌથી વધુ દાન, વેલસ્પન, ઈન્ટાસ, ઝાયડસ, અરવિંદ, નિરમા, એલેમ્બિક સહિતની કંપનીઓએ કરોડો આપ્યા

ઈલેકટોરલ બોન્ડમાં રોકાણ કરીને ગુજરાતની અનેક કંપનીઓએ પણ રાજકીય પક્ષોને કરોડો રૂપિયાનું ફંડ આપ્યાનો ઘટસ્ફોટ થયેલ છે. ચૂંટણી પંચે અંતિમ તારીખના એક દિવસ પહેલા ગુરુવારે (14 માર્ચે) ચૂંટણી બોન્ડ અંગે SBI તરફથી પ્રાપ્ત ડેટા અપલોડ કર્યો હતો. ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટ તરફથી 15 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા વિગતો જાહેર કરવા સૂચના મળી હતી. તે જ સમયે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસરીને, SBIએ 12 માર્ચે ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત ડેટા પ્રદાન કર્યો હતો. ચૂંટણી પંચે SBI દ્વારા આપવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી બે ભાગમાં રાખી છે.

Advertisement

ચૂંટણી સંસ્થાના ડેટા અનુસાર, જે કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા ડબલ્યુ. , વેલસ્પન અને સન ફાર્મા. ખાસ વાત એ છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં અદાણી, ટાટા અને અંબાણીની કંપનીઓ સામેલ નથી.

બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ઉદ્યોગોએ પણ બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. વિગતો અનુસાર રાજ્યની ટોરેન્ટ, ઝાયડસ, ઇઈન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ આ યાદીમાં થાય છે. તો બીજી તરફ જાણીતી કંપની અરવિંદ, નિરમાનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે.

Advertisement

આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.માહિતી અનુસાર, ચૂંટણી બોન્ડ કેશ કરનારા પક્ષોમાં BJP, કોંગ્રેસ , AIADMK, BRS, શિવસેના, TDP, YSR કોંગ્રેસ, , DMK, JDS, NCP, TMC, JDU, RJD, AAP અને સમાજવાદી પાર્ટીનો સમાવેશ થાય છે.

મોદી સરકારે 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂૂ કરી હતી. ત્યારે સરકારે દલીલ કરી હતી કે આનાથી રાજકીય પક્ષોને મળતા ભંડોળમાં પારદર્શિતા આવશે.તેને રાજકીય પક્ષોને આપવામાં આવતા રોકડ દાનના વિકલ્પ તરીકે જોવામાં આવતું હતું. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ દ્વારા, એવા રાજકીય પક્ષો દ્વારા દાન પ્રાપ્ત થઈ શકે છે જે લોકો પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29અ હેઠળ નોંધાયેલા છે અને જેમણે છેલ્લી લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીઓમાં એક ટકાથી વધુ મત મેળવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement