BCCIની ઓફિસમાંથી 6.5 લાખની જર્સી ચોરનાર ગાર્ડ પોલીસના સકંજામાં
ઓનલાઈન જુગાર રમવા 261 જર્સી ચોરી ડીલરને વેચી મારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યાલયમાંથી 6.5 લાખ રૂૂપિયાની IPL જર્સીની ચોરી થઈ હતી. અહેવાલ મુજબ, આ ચોર બીજું કોઈ નહીં પણ ગાર્ડ ફારૂૂક અસલમ ખાન છે, જેણે 261 જર્સીની ચોરી કરી હતી. દરેક જર્સીની કિંમત 2500 રૂૂપિયા છે.
ચોરી બદલ ફારૂૂકની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ થયા બાદ, ફારૂૂક અસલમ ખાને પોતે પોલીસને જણાવ્યું કે તેણે ઓનલાઈન જુગારના પોતાના વ્યસનને સંતોષવા માટે આટલી બધી જર્સીઓ ચોરી કરી હતી. સૌથી મોટી વાત એ હતી કે તેણે એક ટીમ નહીં પણ અલગ અલગ ટીમોની જર્સી ચોરી કરી હતી. ચોરી કર્યા પછી, ગાર્ડે આ જર્સીઓ હરિયાણાના એક ઓનલાઈન ડીલરને વેચી દીધી, જેની સાથે તે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલો હતો. આ કિટ્સ ખેલાડીઓ માટે છે કે લોકો માટે છે તે હજુ સુધી પુષ્ટિ થઈ નથી. 13 જૂનના રોજ જર્સીઓ ચોરાઈ ગઈ હતી પરંતુ ઓડિટમાં સ્ટોર રૂૂમમાંથી સ્ટોક ગાયબ હોવાનું જાણવા મળતા ચોરીનો ખુલાસો થયો. ત્યારબાદ BCCI અધિકારીઓએ CCTV ફૂટેજ તપાસ્યા અને ગાર્ડને એક બોક્સમાં જર્સી લઈ જતો જોયો. પોલીસ સૂત્રએ જણાવ્યું કે ઓનલાઈન ડીલરને ખબર નહોતી કે આ જર્સીઓ ચોરાઈ ગઈ છે.
ચોરાયેલી 261 જર્સીમાંથી 50 જર્સી મળી આવી છે. ફારુકે કહ્યું કે તેને ડીલર પાસેથી પૈસા તેના ખાતામાં મળી ગયા હતા પરંતુ તે બધા પૈસા ઓનલાઈન જુગારમાં હારી ગયો. સૂત્રએ જણાવ્યું કે પોલીસ ફારુકના બેંક ખાતાની તપાસ કરી રહી છે કે તે સાચું બોલી રહ્યો છે કે નહીં.