For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર-કર્મચારીઓ સામસામે

11:20 AM Mar 06, 2024 IST | admin
લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર કર્મચારીઓ સામસામે
  • સરકારની સ્પષ્ટ ચેતવણી છતાં છજજની ભગિની સંસ્થા પ્રેરિત મોરચાના કર્મચારીઓનું પેનડાઉન આંદોલન, ગેરહાજર કર્મચારીઓ સામે પગલાં ભરવા સરકારે મોડી રાત્રે આપ્યો આદેશ

લોકસભાની ચૂંટણી નજીસક આવી રહી છે. ત્યારે સરકારી કર્મચારીઓના આંદોલને પણ જોર પકડ્યું છે. જૂની માંગણીને લઈ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આજે કર્મચારીઓ દ્વયારા પેનડાઉનનું એલાન કરવામા આવ્યું હતું. જેની સામે સરકાર દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આી છે કે, આંદોલન કરનાર સામે કડક કાર્યવાહી કરાશે કર્મચારીઓએ સરકારની આ ચેતવણીને અવગણી અને પેનડાઉન વિરોધ પ્રદર્શન કર્યુ હતું. માંગણીઓ બાબતે કર્મચારીઓ પણ લડી લેવાના મુડમાં છે.

Advertisement

સરકારી કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઇને પેન ડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ મામલે ગુજરાત સરકારના સમાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ આદિત્ય દેસાઇ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તમામ અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ તથા સચિવને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. જેમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પેન ડાઉન કરનારા સરકારી કર્મચારીઓને ફરજ ઉપર હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. અને જો કામ નહીં કરો તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ભગીની સંસ્થા શૈક્ષિક સંઘ દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા લોકસભાની ચૂંટણી અગાઉ ફરી એકવાર સરકાર સામે આંદોલન કરવામાં આવશે. જૂની પેન્શન યોજના સહિતના શિક્ષકોના પડતર પ્રશ્નો મામલે સંઘ સાથે જોડાયેલી સંસ્થા પેન ડાઉન અને ચોક ડાઉન કરી આંદોલનની શરૂૂઆત કરશે. જોકે, અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી સમયે આંદોલન શરૂૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે આંદોલન પૂર્ણ પણ ઝડપથી થઇ ગયું હતું.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સાથે જોડાયેલી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના સહિત સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો મામલે ગાંધીનગરમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતભરના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Advertisement

આજે સંયુક્ત મોરચા સાથે જોડાયેલા ગુજરાતના 8.50 લાખ શિક્ષકો અને કર્મચારીઓના હિતમાં મહામતદાન, ઓનલાઇન કામગીરીથી અડગા રહી ચોક ડાઉન અને પેન ડાઉન કરશે. ત્યારબાદ પણ પડતર પ્રશ્નો ના ઉકેલાય તો 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાશે. જેમાં મેસેજ ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના 1 લાખથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, સાફા પહેરી ગાંધીનગર ઉમટી પડશે.

કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા અરજદારોને હાલાકી
સરકારી વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલનની રણનીતિ મુજબ આજે ઓફિસમાં હાજર રહી અને કામગીરીથી અળગા રહ્યા હતા. કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી કચેરી ખાતે આવેલા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને દુરથી આવેલા અરજદારોને ધરમના ધક્કા થયા હતા.

લોકસભા ચૂંંટણીની કામગીરીમાં અસર થશે
લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે. કચેરીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓ દ્વારા પેનડાઉન કરતા ચૂંટણીની કામગીરીમાં તેની અસર વર્તાશે તેવો ગણગણાટ થઈ રહ્યો છે. આંદોલનથી ચૂંટણી કામગીરીમાં અંધાધુંધીનો માહોલ સર્જાય શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement