ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સરકાર નોકરી આપવા માગતી નથી એટલે પેપર લીક કરાવે છે: અખિલેશ

05:38 PM Jul 02, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

લોકસભામાં રાહુલ ગાંધી બાદ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું, પ400 પારનો દાવો કરનારા પોતે જ લાચાર બની ગયા છે. જે દિવસે ગંગા સાફ થશે, કાશી પોતે ક્યોટો બની જશે. મોદીજીનું સ્માર્ટ સિટી માત્ર એક જુમલો છે. જુમલેબાજથી જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે. પેપર લીક નહીં થાય તેની ખાતરી સરકાર ક્યારે આપશે? અખિલેશ યાદવે આજે જાતિ આધારિત વસ્તી ગણતરી, અગ્નિવીર યોજના, રોજગારી, જૂની પેન્શન યોજના, રોજગારી, જૂની પેંશન યોજના, ઈવીએમ સહિત મુદ્દે સરકાર પર આક્રમક પ્રહારો કર્યા હતાં.
અખિલેશ યાદવે જાતિ આધારિત વસ્તીગણતરીની વાત કરી અને સાથે જ અગ્નિવીર યોજનાને લઇને પણ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે હું પોતે સૈનિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અગ્નિવીર યોજનાના સહારે સીમા સુરક્ષા કરી શકાય નહી. ઇન્ડીયા બ્લોક જ્યારે પણ સત્તામાં આવશે, અગ્નિવીર યોજનાને સમાપ્ત કરવાનું કામ કરશે. તેમણે એમએસપીને લઇને કહ્યું કે જે માર્કેટ બનાવી શક્યા નહી, તે એમએસપીની લીગલ ગેરેન્ટી શું આપશે.

અખિલેશે ઓલ્ડ પેંશન સ્કીમનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં ન હોવનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વણકરો માટે જૂની સરકારોની યોજનાઓ બંધ કરી દીધી છે. તેમણે કહ્યું કે આ સરકારે યુવાનોને નોકરી આપી નથી. તેમની પાસેથી ઘણી નોકરીઓ છિનવી લીધી છે. એટલા માટે કહીશ કે તમારા રાજમાં ના તો નોકરી આશા છે ના તો રોજગારની. કારણ કે તમે નાના બિઝનેસને એટલો નાનો કરી દીધો છે કે તે ના તો રોજગા આપી શકે, ના તો રોજગાર ચલાવી શકે. કેટલીક નોકરીઓ આવે છે તો ઇંટીગ્રિટીના નામે સાથીઓને રાખવામાં આવે છે. અનામતની સાથે જેટલો અન્યાય આ સરકારે કર્યો છે, એટલો બીજી કોઇ સરકારે કર્યો નહી હોય. જાણીજોઇને નોકરી આપવામાં આવતી નથી કારણ કે અનામત આપવી પડે.લોકસભામાં ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં તમામ પેપર લીક થયા છે. ઘણા રાજ્યોના બાળકો પેપર આપવા ગયા, પરંતુ પેપર લીક થઇ ગયું. નીટનું પેપર પણ લીક થઇ ગયું. આમ કેવી રીતે થાય છે. સરકાર પેપર લીક એટલા માટે કરાવી રહી છે, કારણ કે તે નોકરી આપવા માંગતી નથી.

અખિલેશ યાદવે લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં બોલતાં તમામ સાંસદો અને સ્પીકરને શુભેચ્છા પાઠવી. તેમણે ટોણો મારતાં કહ્યું કે તમામ સમજદાર અને બુદ્ધિમાન મતદારોને ધન્યવાદ પાઠવું છું. અખિલેશે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે હારેલી સરકાર બિરાજમાન છે. જનતા કહી રહી છે કે ચાલશે નહી, સરકાર તૂટી પડશે.

80માંથી 80 સીટો જીતી જાઉં તો પણ ઇવીએમ પર વિશ્વાસ નથી
અખિલેશ યાદવે લોકસભામાં સરકાર શાયરના અંદાજમાં હુમલો કરતાં કહ્યું કે પહજૂર-એ-આલા આજ તક ખામોશ બૈઠે હૈ ઇસી ગમ મેં, મહફિલ લૂટ લે ગયા કોઇ જબકી સજાઇ હમનેથ. તેમણે કહ્યું કે જ્યારે આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ, અમે જોયું કે ચૂંટણી પંચ કેટલાક લોકો પર મહેરબાન રહ્યું. તે સંસ્થા નિષ્પક્ષ હશે તો ભારતનું લોકતંત્ર મજબૂત થશે. તેમણે કહ્યું કે ઇવીએમ પર મને આજે પણ વિશ્વાસ નથી. 80 માંથી 80 સીટો જીતી જાઉં તો પણ વિશ્વાસ નહી થાય. અમે ચૂંટણીમાં પણ કહ્યું હતું કે ઇવીએમથી જીતીને ઇવીએમ હટાવીશું.

Tags :
Akhilesh yadavindiaindia newspolitical news
Advertisement
Advertisement