રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સરકારી કર્મચારી RSSના કાર્યક્રમમાં ભાગ લઈ શકશે

03:59 PM Jul 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

58 વર્ષ જૂના પ્રતિબંધને અગાઉ અટલ બિહારી બાજપાઈએ પણ યથાવત રાખ્યો હતો, મોદી સરકાર દ્વારા લોકસભા પરિણામો પછી મોટું પગલું

કેન્દ્ર સરકારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. જેના કારણે કોંગ્રેસ ભડકી છે. કોંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પડથપર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે 58 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વર્તમાન સરકારે આ આદેશ પાછો ખેંચી લેતા કોંગ્રેસ ભડકી છે. 30 નવેમ્બર 1966માં આરએસએસના કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓની ભાગીદારી બાબતે કોંગ્રેસ સરકારોએ સમયાંતરે પ્રતિબંધ મૂક્યો હતો. જો કર્મચારીઓ આરએસએસની પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો તેમને કડક સજા કરવાની જોગવાઈ પણ લાગુ કરવામાં આવી હતી.
માહિતી અનુસાર, અગાઉની કેન્દ્ર સરકારોએ 1966, 1970 અને 1980ના આદેશોમાં સુધારો કર્યો હતો, જેમાં આરએસએસ શાખાઓ અને અન્ય સંસ્થાઓની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ સરકારી કર્મચારીઓ પર કડક દંડાત્મક જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી. જયારે હવે કર્મચારી અને તાલીમ વિભાગે એક આદેશ જારી કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.

કોંગ્રેસના નેતા પવન ખેડા પછી, કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ આરએસએસ પર અગાઉની સરકારોની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો. એક્સ પર પોસ્ટ કરતી વખતે તેમણે કહ્યું કે, પફેબ્રુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા પછી, સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ સારા આચરણની ખાતરી પર પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. આ પછી પણ આરએસએસએ ક્યારેય નાગપુરમાં તિરંગો ફરકાવ્યો નથી.

આ લોકસભાના પરિણામ પછી મોદી-RSS વચ્ચે ખટાશ આવી ગઈ છે : જયરામ

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વધુમાં કહ્યું કે, પ1966 માં, આરએસએસ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, અને તે યોગ્ય નિર્ણય હતો. આ પ્રતિબંધ લાદવા માટે 1966 માં જારી કરાયેલ સત્તાવાર આદેશ છે. જો કે હવે 4 જૂન, 2024 પછી, વડા પ્રધાન અને આરએસએસ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. 9 જુલાઇ 2024 ના રોજ, 58 વર્ષનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો જે અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પણ લાગુ હતો.

Tags :
Government employeesindiaindia newsRSS
Advertisement
Next Article
Advertisement