સરકારને 1,087 ટોલ પ્લાઝા દ્વારા દૈનિક રૂપિયા 168 કરોડની કમાણી
સાંસદ દરોગા પ્રસાદ સરોજના પ્રશ્નનો જવાબ આપતાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે દેશના 1,087 ટોલ પ્લાઝામાંથી દરરોજ 168 કરોડ રૂૂપિયાની કમાણી થઈ રહી છે. બુઢનપુર-વારાણસી રોડ અંગે સરકારે માહિતી આપી હતી કે આ રોડ બે ભાગમાં બનેલો છે. બુઢનપુરથી ગોસૈં કી બજાર બાયપાસ અને ગોસૈં કી બજાર બાયપાસથી વારાણસી સુધીનો કુલ ખર્ચ 5,746.97 કરોડ રૂૂપિયા છે અને અત્યાર સુધીમાં ટોલ વસૂલાત 73.47 કરોડ રૂૂપિયા થઈ છે.
કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ટોલ વસૂલાત માત્ર ખર્ચ વસૂલાત માટે જ નથી, પરંતુ નિયમો મુજબ, તે વપરાશ ફી છે. સરકારી કે ખાનગી પ્રોજેક્ટ્સ અનુસાર, ટોલનો સમયગાળો અને દર નિશ્ચિત છે.
સરકારે આપેલી માહિતી મુજબ જૂન 2025 સુધી કુલ ટોલ પ્લાઝા: 1,087 હતાં અને એના થકી દૈનિક ટોલ આવક: રૂૂ. 168.24 કરોડ આવક થઈ હતી. એ સામે 2024-25માં કુલ ટોલ આવક: રૂૂ. 61,408.15 કરોડ હતી. જાહેર ભંડોળથી ચાલતા પ્લાઝાથી રૂૂ. 28,823.74 કરોડની આવક થઈ હતી, જ્યારે ખાનગી સંચાલકો દ્વારા સંચાલિત પ્લાઝા દ્વારા રૂૂ. 32,584.41 કરોડ વસુલાયા હતાં.
સરકારે કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ટોલ મુક્ત બનાવવાની કોઈ યોજના નથી. વસૂલાતમાંથી થતી આવક કેન્દ્રીય સંચિત નિધિમાં જાય છે અને તેમાંથી નવા રસ્તાઓ બનાવવામાં આવે છે અને સમારકામ કરવામાં આવે છે.કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું હતું કે ઇઘઝ (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) પ્રોજેક્ટ્સમાં, નિશ્ચિત સમયગાળા પછી, ટોલ સરકારને સોંપવામાં આવે છે અને તે તેને વસૂલ કરે છે, જ્યારે સરકારી (જાહેર ભંડોળ) રસ્તાઓ પર ટોલ વસૂલાત સતત ચાલુ રહેશે અને દર વર્ષે તેમાં સુધારો કરવામાં આવશે.
શું રસ્તા બાંધકામ માટે નાગરિકો પાસેથી કર વસૂલવામાં આવે છે?
આ પ્રશ્નના જવાબમાં, સરકારે કહ્યું, તે બે રીતે વસૂલવામાં આવે છે. પ્રથમ યુઝર ફી (ટોલ) છે - જે હાઇવે પર મુસાફરી કરતા લોકો પાસેથી વસૂલવામાં આવે છે. આ ગઇં ફી નિયમો, 2008 હેઠળ કરવામાં આવે છે અને બીજું ઇંધણ પર સેસ, એટલે કે પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવેલ સરચાર્જ.