ગૂગલ ક્રોમ અંગે સરકારે હાઈએલર્ટ જાહેર કર્યું
ગૂગલ ક્રોમ સર્ચ એન્જિન છે. વિશ્વના સૌથી લોકપ્રિય બ્રાઉઝર ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા કરોડો લોકો માટે હાઈ રિસ્ક એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ એલર્ટ ભારત સરકારની એક મહત્વપૂર્ણ એજન્સી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (Cert-In) દ્વારા તેની લેટેસ્ટ સિક્યોરિટી એડવાઇઝરી હેઠળ જારી કરવામાં આવ્યું છે.
દેશની સાયબર સિક્યોરિટી માટે કામ કરતી આ ટીમ ભારત સરકારની ટોચની એજન્સી છે જે સાયબર એટેક જેવા જોખમો અંગે ચેતવણી આપવા અને તેનો સામનો કરવા માટે જવાબદાર છે. આથી Cert-In દ્વારા જારી કરાયેલા હાઈ રિસ્ક એલર્ટને ગંભીરતાથી લેવું જરૂૂરી છે.ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીએ તેની લેટેસ્ટ સિક્યોરિટી એડવાઇઝરીમાં જણાવ્યું છે કે ગૂગલ ક્રોમમાં ઘણી બધી ખામીઓ મળી આવી છે, જેના કારણે દૂર બેઠેલા સાયબર એટેક કરનાર રિમોટ હુમલાખોરો કોઈપણ ટાર્ગેટ સિસ્ટમ પર સાયબર એટેક કરીને તેને પોતાની મરજી મુજબ સંચાલિત કરી શકે છે.
જો સરળ શબ્દોમાં કહીએ તો તમારી સિસ્ટમ ‘હેક’ થઈ શકે છે.Cert-In મુજબ, ગૂગલ ક્રોમની આ નબળાઈઓ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ્સ વિન્ડોઝ, મેક અને લિનક્સ પર ચાલતા કમ્પ્યુટર્સને અસર કરી શકે છે.
એડવાઈઝરી અનુસાર, આ ખામીઓની વધુ અસર દ122.0.6261.57 અથવા ૠજ્ઞજ્ઞલહય ઈવજ્ઞિળય ના જૂના વર્ઝનમાં જોવા મળી છે. એડવાઈઝરી મુજબ, ગૂગલે કહ્યું છે કે તેણે આ ખામીઓ શોધવા માટે રિસર્ચર્સને 28,000 ડોલર ચૂકવ્યા છે.
Cert-In એ પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે બ્રાઉઝરની સુરક્ષા સાથે જોડાયેલી આ ખામીઓને દૂર કરવા માટે ગૂગલે ક્રોમના લેટેસ્ટ વર્ઝનમાં 12 સિક્યોરિટી ફિક્સ રજૂ કર્યા છે. આમાંથી, બે ફિક્સેસને અત્યંત ગંભીર ખામી, ને મીડિયમ સ્તરની ગંભીરતા વાળી ખામીઓ અને એકને ઓછી ગંભીરતા વાળી ખામી ગણાવી છે.
ગૂગલ ક્રોમ યુઝર્સે હવે શું કરવું જોઈએ?
Cert-In ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સીએ GOOGLE CHROME નો ઉપયોગ કરતા તમામ લોકોને તેમના બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવા અને લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરવા સૂચના આપી છે. આ સૂચના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા કોમ્પ્યુટરના યુઝર્સ તેમજ એપલ દ્વારા બનાવવામાં આવેલા મેક કોમ્પ્યુટરના યુઝર્સ અને લિનક્સ ઓપરેટિંગ ટેકનોલોજી સિસ્ટમના યુઝર્સ માટે આપવામાં આવી છે.