ગેસ-વીજળી બિલની ચૂકવણી માટે ગુગલ પે સુવિધા ફી લેશે
UPI પ્લેટફોર્મ Google Payએ વીજળી, ગેસ બિલની ચૂકવણી માટે સુવિધા ફી રજૂ કરી છે જે ઓછા મૂલ્યના વ્યવહારો કરતી વખતે પ્લેટફોર્મનો ઉપયોગ મફતમાં કરતા ગ્રાહકો પાસેથી વસૂલશે, આ બાબતે Google Payતરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી અને હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ શુલ્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ચૂકવણી પર લાગુ થશે જેની ફી ટ્રાન્ઝેક્શન મૂલ્યના 0.5% થી 1% સુધીની હશે અને લાગુ ૠજઝ પણ. ગૂગલ પે એ 2023 માં મોબાઇલ રિચાર્જ માટે રૂૂ. 3 ની સુવિધા ફી દાખલ કરવાનો નિર્ણય લીધો તે પછી આ આવ્યું છે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગ્રાહક જ્યારે તેના ક્રેડિટ કાર્ડ દ્વારા વીજળીનું બિલ ચૂકવતો હતો ત્યારે તેની પાસેથી સુવિધા ફી તરીકે 15 રૂૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ ફીને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વ્યવહારો માટેની પ્રોસેસિંગ ફી તરીકે લેબલ કરવામાં આવી હતી અને તેમાં ૠજઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં આ બાબતથી પરિચિત વ્યક્તિના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ૠઙફુ દ્વારા બિલની ચૂકવણી માટે પ્લેટફોર્મ ફીની રજૂઆત UPI ત દ્વારા કરવામાં આવતા વ્યવહારોના મુદ્રીકરણ તરફ ખૂબ નોંધપાત્ર પરિવર્તન હશે, જ્યારે સેવા પ્રદાતાઓ વારાફરતી ચુકવણીની પ્રક્રિયાના ખર્ચને સરભર કરવાની રીતો શોધી રહ્યા છે.