ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટ્રેકિંગ પોલિસી દ્વારા ગૂગલ કરે છે જાસૂસી

11:17 AM Feb 24, 2025 IST | Bhumika
Advertisement

ફિંગર પ્રિન્ટિંગ કહેવાતી પધ્ધતિથી તમારા ડિવાઇસની માહિતી લઇ તમને ઓળખી શકે છે: પ્રાઇવસીનો સરેઆમ ભંગ

Advertisement

ગૂગલે હાલમાં જ નવી ટ્રેકિંગ પોલિસી શરૂૂ કરી છે, જેને ફિંગરપ્રિંટિંગ કહેવામાં આવે છે. આ પોલિસી સાથે Google  યુઝર્સની સંમતિ વિના તેમની જાસૂસી કરી શકે છે. આની મદદથી Google તમારા ડિવાઈસમાંથી માહિતી લઈને તમને ઓળખી શકે છે અને સૌથી મોટી વાત એ છે કે, તમે તેને બંધ કરી શકતા નથી. આ નવી પોલિસીને કારણે ગૂગલની ટીકા થઈ રહી છે, કારણ કે તેનાથી યુઝર્સની પ્રાઈવસી જોખમમાં આવી શકે છે અને તેમની માહિતીનો દુરુપયોગ પણ થઈ શકે છે.

ફિંગરપ્રિન્ટિંગ એક એવી રીતે છે જેનાથી તમારા ડિવાઈસની ખાસ જાણકારી જેમ કે, સ્ક્રીનની સાઈઝ, ફોનમાં રહેલા ફોન્ટ્સ, ઓપરેટિંગ સિસ્ટમ, ઈન્ટરનેટ એડ્રેસ અને બ્રાઉઝર સેટિંગ્સની માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતીમાંથી ડિજિટલ ફિંગરપ્રિન્ટ બનાવવામાં આવે છે, જેના દ્વારા તમને ઓળખી શકાય છે. આ કૂકીઝ જેવી જૂની ટ્રેકિંગ પદ્ધતિઓથી અલગ છે, જેને તમે ડિલીટ કરી શકો છો. ફિંગરપ્રિન્ટિંગને રોકવું મુશ્કેલ છે કારણ કે, તે શાંતિથી માહિતી એકત્રિત કરે છે.

ગૂગલનું કહેવું છે કે, સુરક્ષા માટે ફિંગરપ્રિંટિંગ જરૂૂરી છે. આ છેતરપિંડી પકડી શકે છે, અનધિકૃત લોગિન અટકાવી શકે છે અને જાહેરાતમાં સુધારો કરી શકે છે. ૠજ્ઞજ્ઞલહયનું એમ પણ કહેવું છે કે, તેઓ કુકીઝને હટાવીને ફિંગરપ્રિંટિંગને આવી રહ્યા છે. જે તેમની ગોપનીયતા સેન્ડબોક્સ પહેલનો એક ભાગ છે.

પરંતુ ટીકાકારોનું કહેવું છે કે, આનાથી યુઝરની પ્રાઈવસીનું રક્ષણ થતું નથી. પરંતુ તેનાથી ૠજ્ઞજ્ઞલહયને યુઝર્સની પરવાનગી વિના અલગ-અલગ ડિવાઈસ અને બ્રાઉઝર્સ પર યુઝર્સને ટ્રેક કરવાની તક આપે છે.

 

Tags :
Googleindiaindia newstracking policy
Advertisement
Next Article
Advertisement