ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોદીના સંબોધનની વૈશ્ર્વિક મીડિયા પ્રભાવિત

06:06 PM May 13, 2025 IST | Bhumika
Advertisement

ટ્રમ્પની મધ્યસ્થિનો ઉલ્લેખ નહીં કર્યાની વોશિંગ્ટન પોસ્ટે નોંધ લીધી

Advertisement

પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદુરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરીને આતંકવાદ સામે ભારતની મજબૂત નીતિનો પુનરોચ્ચાર કર્યો.

તેમણે ઓપરેશન સિંદૂરને ન્યાયની અખંડ પ્રતિજ્ઞા ગણાવી અને જણાવ્યું કે આ ઓપરેશનથી દરેક આતંકવાદી અને આતંકવાદી સંગઠનને સ્પષ્ટ સંદેશ મળ્યો છે. PM  મોદીએ કહ્યું, આજે દરેક આતંકવાદી જાણે છે કે ભારતની બહેનો અને દીકરીઓના કપાળ પરથી સિંદૂર હટાવવાનો પ્રયાસ કરવાનું શું પરિણામ આવે છે. આ નિવેદનથી દેશના લોકોમાં રાષ્ટ્રભક્તિ અને આત્મવિશ્વાસનો સંચાર થયો.

મોદીના સંબોધનને વૈશ્વિક મીડિયામાં વ્યાપક કવરેજ મળ્યું. અમેરિકાના પ્રખ્યાત અખબાર વોશિંગ્ટન પોસ્ટે લખ્યું કે, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પોતાની લશ્કરી કાર્યવાહી ફક્ત રોકી છે, અને ભવિષ્યમાં કોઈ આતંકવાદી હુમલો થશે તો ભારત પોતાની શરતો પર જવાબ આપશે. અખબારે મોદીના નિવેદનને ટાંક્યું, જેમાં તેમણે આતંકવાદ અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર વાતચીતની શરત રજૂ કરી. જાપાન ટાઈમ્સે નોંધ્યું કે, ઙખ મોદીએ પોતાના ભાષણમાં અમેરિકા કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીનો ઉલ્લેખ ન કર્યો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતીય સૈન્યએ પાકિસ્તાનની છાતી પર હુમલા બાદ તેમણે વિશ્વને તણાવ ઘટાડવાની વિનંતી કરી.

જાપાન ટાઈમ્સે લખ્યું, નસ્ત્રપાકિસ્તાને જ્યારે કહ્યું કે તે આગળ આતંકવાદી પ્રવૃત્તિઓ કે લશ્કરી સાહસમાં જોડાશે નહીં, ત્યારે ભારતે તેને ધ્યાનમાં લીધું. આ ઉપરાંત, અખબારે મોદીના નિવેદનને પણ હાઈલાઈટ કર્યું, જેમાં તેમણે પરમાણુ બ્લેકમેલ સહન નહીં કરવાની વાત કરી.

ધ ગાર્ડિયનએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે પાકિસ્તાન સામેની લશ્કરી કાર્યવાહી ફક્ત રોકી છે અને ભવિષ્યના હુમલાઓનો જવાબ પોતાની શરતો પર આપશે. અખબારે એવો પણ દાવો કર્યો કે, પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધવિરામની શરતોમાં ભવિષ્યની વાટાઘાટો ત્રીજા દેશમાં, જેમ કે સંયુક્ત અરબ અમીરાતમાં, થશે. જોકે, ભારત તરફથી આવું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

પાક મીડિયાએ ટિપ્પણીને આક્રમક ગણાવી
પાકિસ્તાનની મીડિયા એજન્સી સમા ટીવીએ પોતાની વેબસાઈટ પર લખ્યું કે, વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને યુદ્ધની ધમકી આપીને પ્રાદેશિક તણાવ વધાર્યો છે. અખબારે દાવો કર્યો કે, વડાપ્રધાન મોદીએ આક્રમક ટિપ્પણીઓ કરી અને બંને પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચેની વાટાઘાટો પર કડક શરતો લાદી. સમા ટીવીએ મોદીના નિવેદનને ટાંક્યું, વાતચીત અને આતંકવાદ, વેપાર અને આતંકવાદ, પાણી અને લોહી એકસાથે ચાલી શકે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત પરમાણુ બ્લેકમેલ સહન નહીં કરે.

Tags :
Global mediaindiaindia newsindia pakistan warpm modi
Advertisement
Next Article
Advertisement