ગૌતમ ગંભીરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત, ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાને કહ્યું- હું ક્રિકેટ પર ફોકસ કરવા માગું છું
10:45 AM Mar 02, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
ભાજપના નેતા અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગૌતમે કહ્યું છે કે હું ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મારી રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવા અપીલ કરું છું, જેથી હું ક્રિકેટ પર ધ્યાન આપી શકું. ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે. 2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેઓ પહેલીવાર સંસદ પહોંચ્યા હતા.
ગૌતમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહ પ્રધાન અમિત શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિંદ.' હવે જોવાનું એ રહેશે કે પૂર્વ દિલ્હીથી ભાજપ કયા ઉમેદવારને ટિકિટ આપે છે.
Next Article
Advertisement