For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી ગૌતમ અદાણીનું રાજીનામું

04:07 PM Aug 06, 2025 IST | Bhumika
અદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી ગૌતમ અદાણીનું રાજીનામું

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન ગૌતમ અદાણીએ 5 ઓગસ્ટ, 2025થી તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ ફેરફાર બાદ તેઓ હવે બિન-કાર્યકારી અધ્યક્ષ તરીકે રહેશે અને કંપનીના મુખ્ય મેનેજમેન્ટ પર્સનલ (KMP) ગણાશે નહીં.

Advertisement

કંપનીએ શેર બજારને આ માહિતી આપતા જણાવ્યું કે, બોર્ડે ગૌતમ એસ. અદાણીને 5 ઓગસ્ટ, 2025થી એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી બિન-કાર્યકારી અધ્યક્ષ તરીકે પુન:નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. પરિણામે, તેઓ હવે કંપનીના મુખ્ય મેનેજમેન્ટ પર્સનલ રહેશે નહીં.

ગૌતમ અદાણીને વેપારમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે. તેમના નેતૃત્વમાં, અદાણી ગ્રૂપે સંસાધન, લોજિસ્ટિક્સ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે. બીજી તરફ, અઙજઊણના બોર્ડે મનીષ કેજરીવાલને પણ બોર્ડમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. તેમને આગામી ત્રણ વર્ષ માટે વધારાના ડિરેક્ટર (બિન-કાર્યકારી, સ્વતંત્ર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે શેરધારકોની મંજૂરી પર આધાર રાખે છે. મનીષ કેજરીવાલ એક ખાનગી ઇક્વિટી ફર્મના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર છે.

Advertisement

ગૌતમ અદાણીના આ અચાનક રાજીનામા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. જોકે, તેમના આ નિર્ણયથી બજારમાં ઘણી અટકળો ચાલી રહી છે. ઘણા નિષ્ણાતો અલગ-અલગ કારણોનો અંદાજ લગાવી રહ્યા છે, પરંતુ આ નિર્ણય પાછળની ચોક્કસ માહિતી હજુ સુધી કોઈની પાસે નથી. આ મામલે જે પણ નવા અપડેટ આવશે, તેની જાણકારી આપતા રહીશું.

Advertisement
Tags :
Advertisement
Advertisement